હું 15 દિવસ પહેલા મારી ફેમિલી સાથે ડિસ્કસ કરી રહી હતી કે હવે હું ગુજરાતી લખવામાં વધારે ફોકસ કરું છું અને મારે આપણાં ગામ શિનોર પર એક એપિસોડ બનાવો છે, પછી એ એપિસોડ પબ્લિશ કરીને હું વધારે ને વધારે ગામડાઓમાં, જ્યાં કોઈ જતું ના હોય એવી જગ્યાઓએ ફરવા જઈશ અને એની માટે હું બધાને કહીશ કે તમારી આજુબાજુમાં આવું ફરવાનું હોય તો મને કહેજો, હું જરૂર આવીશ. મારી ફેમીલી વાળાએ સહજતાથી સ્વીકારી લીધું કે તને ગમે એવું કરજે.
* મારે ધરતીનો ખુણે ખૂણો ખૂંદવો છે,
* ઘાટ-ઘાટનાં પાણી પીવા છે,
* દરેક ભાષામાં પ્રેમનો અનુભવ નિહાળવો છે,
* બધી જ જગ્યાઓની ચા પીવી છે,
* દરેક મંદિરનાં ઓટલા પર બેસીને ધ્યાન કરવું છે,
* સુરજ દાદાને દરેક જગ્યાએથી ઉગતા અને આથમતા જોવા છે,
* ખાટલા પર સુતા સુતા ચાંદા મામાને દરેક જગ્યાની ધરતીથી નિહાળવા છે,
* દરેક નવી જગ્યાએ જઈને ચાની ચૂસકી લેતા લેતા પુસ્તક વાંચવા છે,
* ઓફિસનું કામ અલગ અલગ જગ્યાએથી મેનેજ કરતા શીખવું છે,
* બધી જાતનાં ફૂલોની સુગંધ માણવી છે અને પાંદડાઓને વહાલ કરવો છે,
* દરેક જગ્યાની ભજન મંડળીનાં ભજન સાંભળવા છે,
* દરેક જગ્યાનાં માણસો સાથે માણસ બનીને વાત કરવી છે,
* દરેક નવી જગ્યાએ જઈને પોતા સાથે પ્રેમમાં પડવું છે,
* અને મારી હેરીયરને દરેક રસ્તા સાથે પ્રેમ કરતા શીખવવું છે.
હવે વાત જાણે એમ છે કે હજી તો મેં મારા ગામ પર એપિસોડ બનાવ્યો પણ નથી અને મેં કોઈને કશું કીધું પણ નથી તોપણ મને આ છેલ્લાં 10 દિવસમાં એટલા બધાએ મેસેજ મોકલ્યા છે કે તમે અમારા ત્યાં આવો. મારી પાસે શબ્દ નથી કે હું આ અનુભવ કઈ રીતે વર્ણવું. આગળનાં એક વરસ સુધી ફરી શકાય એટલા બધા આમંત્રણ મને આવ્યા છે. ગરવા ગીર અને કચ્છમાં મને લાગે છે કે મહિનાઓ
ઓછા પડશે એટલા બધાંએ મને બોલાવી છે.
આ સહજતાથી મારૂ લખાણ, મારા અનુભવોને અનુભવવા માટે અને મને નિસ્વાર્થ પ્રેમની અનુભૂતિ કરાવવા માટે હું બધાને નમસ્કાર કરું છું.
સાંભળ્યું હતું કે માનવતા મરવાને આરે છે પણ મને તો નિઃસ્વાર્થ પ્રેમનાં ઝરણાં ફૂટતાં દેખાય છે!!!
તમારો બધાનો આજ રીતે સ્નેહ રેહશે તો હું પંક્તિ માંથી કવિતા બનવાની હિમ્મત કરી શકીશ. અને પંક્તિની ઓળખ માટે આ એક લોગો બનાવ્યો છે એ શેર કરું છું. આશિર્વાદ અને પ્રેમ આપતા રેહજો.