હું મારા ફોરેન ના બકેટલિસ્ટ ટિક કરવામાં એટલી બીઝી હતી કે મારા ઘરની આસપાસની જ જગ્યાઓ જ એ લિસ્ટ માં નહોતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી નો હું ઘણી વાર જઈ આવી પણ તેની આસપાસ પણ આટલી સરસ જગ્યાઓ છે એ હું ત્યાં ૬ દિવસ કેવડિયા વેકેશન કરી આવી ત્યારે જ ખબર પડી.
આ ૬ દિવસમાં મેં,
* અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈના આશિર્વદ લીધા,
* વહેલી સવારે ઉન્ચાપુરા માતાજીના મંદિરનું ટ્રેકીંગ કર્યું, પ્રવીણ ભાઈ ના મોઢે ત્યાંની સ્ટોરી સાંભળી,
* માં નર્મદાને ખળખળ વહેલી સાંભળતા સાંભળતા મેં નર્મદા પુરાણ વાંચી,
* શૂલપાણેશ્વરનો ઇતિહાસ જાણ્યો અને મહાદેવની આરતી કરી,
* ઋષિકેશ નું રિવર રાફ્ટિંગ યાદ કરતા કરતા અહીંયા કરવાની કેટલી મજા આવશે એ વિચારતા વિચારતા રિવર રાફ્ટિંગ પોઇન્ટ જોયો,
* ટેન્ટ સિટી- ૨ માં સાયકલિંગ કર્યું,
નાનપણમાં જોંયેલા આદિવાસી નૃત્ય જોઈને ખુશી થઇ, કિકિયારીઓ પાડી,
* અશ્વિન, બિપિન અને નિત્યા સાથે વાતો વાતો કરતા એના ઘરે જઈને ચા નાસ્તો કર્યો,
* નિકિતભાઈએ ખુબ સરસ રીતે જંગલ સફારી સમજાવતા સમજાવતા ફેરવી,
* કેવડિયાના બાળકોનું ઝરવાનીમાં સખખત ટેલેન્ટ જોયું,
* શનાભાઇ ની લાઈફની વાતો સાંભળી અને એમની પાસેથી સીતાફળ ખરીદ્યા,
* મારા પપ્પાનો બર્થડે પણ ત્યાં ઉજવ્યો, ટેન્ટ city-૧ ના સ્વિમિંગ પુલમાં ફેમિલી સાથે ગપ્પા માર્યા,
* ટેન્ટ સિટી- ૧ ની એકદમ સરસ hospitality, નો આનંદ ઉઠાવ્યો,
* ટેન્ટ સિટી -૨ માં શાંતિનો અનુભવ કર્યો,
ચાર્મી, શિવાની, કૃણાલ, શશાંક સાથે friendship થઇ,
અહીંયા બીજા જોવાલાયક સ્થળોમાં
૧) સ્ટેચ્યુ ઓફ યુનિટી
૨) વેલી ઓફ ફ્લાવર્સ
૩) જંગલ સફારી
૪) કેક્ટસ ગાર્ડન
૫)આરોગ્ય વેન
૬) ચીલ્ડરન ન્યુટ્રીશન પાર્ક
૭) એકતા નર્સરી
૮) એકતા મોલ
૯) સરદાર સરોવર ડેમ વ્યુ
૧૦) ખલવાણી રિવર રાફ્ટિંગ
૧૧) ઝરવાણી વોટરફોલ
૧૨) શૂલપાણેશ્વર મંદિર અને બીજું ઘણું બધું..
મને મારા નવા બકેટલિસ્ટ પ્રમાણે કેવડિયા ફરવામાં મસ્ત મજા આવી!
તમે ક્યારે જાઓ છો કેવડિયા?
ત્યાં હું જ્યાં રોકાઈ હતી એની બધી ડિટેઈલ્સ પણ બીજી પોસ્ટ માં છે.
નોંધ- ફરવાની સાચી મજા તોજ આવે જો આપડે એને નરી આંખેથી જોઈએ, ક્યાંય પણ જઈએ તો ચાર પાંચ ફોટા પાડીને ફોન ખિસ્સામાં મૂકી દેવાનો, મોબાઇલ સ્ક્રિન માંથી જગ્યા જોશો તો મજા નઈ આવે (એમાં પણ જો chinese મોબાઈલ હશે તો તો જરાય મજા નઈ આવે). હવે ક્યાંય પણ ફરવા જાઓ તો આંખેથી અનુભવ કરજો.
ખાસ નોંધ- મેં આટલું બધું લખ્યું તો તમે કોમેન્ટ પણ બે ચાર વાક્ય લખીને કરજો તો મને મજા આવશે, પેલા અંગુઠા બતાડે એવા ઢીંગલા, wow, nice, એ બધા માં એટલું ફીલ નથી આવતું.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..