આજે હું ઝરવાણી eco campsite ( હમણાં પબ્લિક વિઝિટ માટે બંધ છે, 1st october થી ખુલશે) ની વિઝિટ માટે ગઈ હતી. મારી સાથે કૃણાલ ભાઈ (ટુર ગાઇડ), ચાર્મી અને શિવાની ( ટેન્ટ સિટી 1 ના team members) અને મુકેશ ભાઈ ( ડ્રાઈવર) સાથે આવ્યા હતા, આ બધા હું એકલી છું એટલે મને company આપવા સાથે આવ્યા હતા.

અમે ત્યાં પહોંચ્યા ત્યાં એક ભાઈ એક મોટી થેલી ભરીને સીતાફળ ખેતરમાંથી તોડી લાવીને ઉભા હતા. એમને અમને પૂછ્યું કે તમે આ લઈ લો બઉ જ સરસ છે હું હમણાં જ તોડીને લાવ્યો છું. મેં કીધું અમે હજી ફરવા જઈએ છે અંદર એટલે પછી જતી વખતે લઇ જઈસુ એટલે ઉંચકીને ના ફરવું પડે. તો એમને સીતાફળ એક જગ્યા એ સંતાડી દીધા અને અમારી સાથે જ ચાલવા લાગ્યા. મેં પૂછ્યું તમારું નામ શું છે? તો એમને મને એમના હાથમાં કરેલું tatoo બતાડયું, શના ભાઈ એવું લખ્યું હતું. પછી બોલ્યા હું કોઈ નામ પુછે tatoo જ બતાડી દઉં છું, મને આ વાત પર હસવું આવી ગયું અને મેં કીધું તમે તો ખતરનાક છો યાર.

પછી એ બધું અમારી સાથે ફર્યા, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં હાથ પકડીને પાણીમાં રસ્તા cross કરાવ્યા , ત્યાં નાના છોકરાંઓને મેં પૈસા આપ્યા એ એમને સરખા ભાગે વહેંચીને આપ્યા એટલે એ લોકો ઝગડે નઈ અને મેં એમને ઘણાં સવાલ કર્યા એના મને જવાબ આપ્યા.

શના ભાઈએ કીધું હું 10 ધોરણ ભણ્યો છું મેડમ, પછી પપ્પા એ અને મોટા ભાઈએ ના પાડી એટલે આગળ ના ભણ્યો. ખેતી કામમાં લાગી ગયો. મેં પુછ્યું લગન થઈ ગયા? એમને કીધું મેડમ આ વૈશાખ માં જ હતા પણ lockdown ના લીધે કેન્સલ થઈ ગયા હવે આગલા ચૈતર વૈશાખ માં થશે. મેં કીધું ફોનમાં વાત કરો છો તમારાં wife સાથે? એમને કીધું હા રોજ કરું છું. બીજી ખેતી ને લગતી મેં ઘણી વાતો કરી.

બધું ફર્યા પછી એ કાર પાસે આવ્યા સીતાફળ લઈને, 10 કીલો જેટલા હતા તો મેં 500 રૂપિયા આપ્યા. એ અવાચક થઈ ગયા, એ મને પગે લાગ્યા, હું અવાચક થઈ ગઈ. મેડમ આટલા બધાં તો કોઈએ મને આપ્યા નથી આજ સુધી. મેં smile આપી અને કીધું તમારાં લગનમાં મને બોલાવજો. એમને કીધું સારું મેડમ મારો number લઇ લો તમે પાછા આવજો કોઈ તમારા ઓળખીતા આવે તો ફોન કરજો હું અસલ સીતાફળ આપીશ. અમે બધા હસ્યાં અને આવજો કર્યું. આ હતી આજની શના ભાઈ સાથેની મુલાકાત.

આ હતો મારો આજનો masterpiece અનુભવ.

Travel આવા ઘણાં અવનવા અનુભવો કરાવે જે પછી પણ યાદ કરવાનું મન થયાં કરે. મને એ બધા હસતાં ચેહરા યાદ આવી જાય જ્યારે હું મારા ફરવાના દિવસો યાદ કરું.

કેવડીયા trip માં બીજી ઘણી આવી અદભુત વાતો છે જે હું share કરીશ. કાલે સવારે એક મસ્ત trekking કરવા જવાનું છે.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિx

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..