About Me

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું. એટલે હું આ બધું કેવી રીતે કરું છું એનાં હું તમને મારા અનુભવો શેર કરીશ. હમણાં સુધી હું અંગ્રેજીમાં મારા ટ્રાવેલ અનુભવો લખતી હતી પણ હવે મને થયું કે ગુજરાતી માં લખું. હું અહીંયા કઈ પણ કામકાજ છોડ્યા વગર, આપણે જે કરતા હોઈએ એની સાથે- સાથે કેવી રીતે ફરી શકાય એના મારા અનુભવો શેર કરીશ. હું એકલા ફરું છું એટલે કદાચ તમારે એકલા ફરવું હોય તો એના પણ અનુભવો જાણવા મળશે.

Pankti Shah - Travelling-Alone

થોડુંક મારા વિશે પણ કહી દઉં, હું પંક્તિ, મારો જન્મ વડોદરા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા શિનોર ગામમાં થયો છે, 12th સુધી ત્યાં ભણી અને પછી BBA મેં આણંદમાં કર્યું, MBA વડોદરામાં કર્યું, યોગા ટીચરનો કોર્ષ ઋષિકેશ અને કેરળમાં કર્યો. 4 વરસ જોબ કરી અને છેલ્લા 5 વરસથી બીઝનેસ કરું છું. મારી ડિજિટલ માર્કેટિંગ કંપની છે, જે વડોદરા માં છે, અમદાવાદમાં બ્રાન્ચ ઓફિસ પણ છે. બિઝનેસ ની સાથે સાથે છેલ્લા ૫ વર્ષમાં મેં લગભગ આખું ભારત અને બીજા 9 દેશમાં ટ્રાવેલ કર્યું છે. આ 5 વરસમાં મેં બજેટ ટ્રાવેલ, લક્ઝુરિયસ ટ્રાવેલ, રોડ ટ્રિપ્સ, બાઈક ટ્રિપ્સ અને લગભગ બધી એકલા ટ્રિપ્સ કરી છે. હું મારા બધા અનુભવો શેર કરીશ એટલે તમને એ ટિપ્સ કામ લાગે. ટ્રાવેલ સિવાય મને ગાર્ડનિંગ કરવું ખુબ જ ગમે છે, મેં અમારા ઘરે નીચે અને ટેરેસ પર ખુબ સરસ ગાર્ડન બનાવ્યું છે. ક્યારેક ક્યારેક ગાર્ડનિંગ ની ટિપ્સ પણ આપીશ.

 

ગુજરાતીમાં મેં લખવાનું સ્ટાર્ટ હમણાં જ કર્યું છે એટલે તમે વાંચો અને તમારા કોઈ પણ સજેશન્સ હોય તો મને મેસેજ કરજો. મને ગમશે જો તમારા આપેલા સજેશન્સ થી હું વધારે સારી રીતે અનુભવો શેર કરી શકીશ.
મારુ એવું સપનું છે કે જેમ હું મને જયારે મન થાય ત્યારે ફરી શકું છું એમ તમે બધા પણ તમારી ઈચ્છા પ્રમાણે ફરી શકો, જીવી શકો એવી જ શુભકામનાઓ અને પ્રેમ સાથે.

Pankti-Shah-Sign