રમીલાને હું છેલ્લાં 7 વરસથી ઓળખું છું, મને એને જોઈને હંમેશા પ્રાઉડ ફીલ થાય અને સાથે સાથે એના માટે બીજા ઘણા વિચારો આવે. એને ચાર છોકરા છે, બાદલ, લાલો, ચોટી અને છોટુ અને એ ચારેય સાત વરસથી અમારી પાસે ટ્યુશન ક્લાસમાં ભણે છે.
રમીલા એક બંગલાના સર્વન્ટ રૂમમાં રહે છે, આખો દિવસ ત્યાં કામ કરે અને બીજા અમુક ઘરે પણ વાસણ, કપડાં, કચરા- પોતા કરવા જાય છે. લાલો અને ચોટી રમીલાની મદદ માટે અમુક જગ્યાએ એને વાસણ અને કચરા-પોતામાં મદદ કરવા પણ જતા હોય છે. બાદલ ઘરે જમવાનું બનાવી દે એટલે રમીલાને હેલ્પ થઈ જાય.
રમીલાની ઉંમર 33 વરસ છે, એ 27 વરસની હતી ત્યારે એના હસબન્ડની એક એક્સીડેન્ટમાં ડેથ થઈ ગઈ હતી. ત્યારથી એ ગામડેથી અહીંયા વડોદરા આવી ગઈ, પોતે આખો દિવસ કામ કરે અને છોકરાઓને ભણાવે. એ છોકરીને મેં ક્યારેય દુઃખડા રડતી નથી જોયી, હંમેશા હસતી હોય અને કામ કર્યા કરતી હોય. ક્યારેક ક્યારેક કંટાળે ત્યારે મારી અને વિજયાબેન સામે મન ઠાલવતી હોય. મને એને જોઈને હંમેશા એવું થાય કે આ મોંઘવારીમાં જાતે કમાઈને છોકરાઓને ભણાવવાના અને ચારેયને મોટા કરવાના એ બઉ મોટી ચેલેન્જ થઈ જાય. પણ એ બધું સરસ રીતે હેન્ડલ કરતી હોય છે એટલે મને એની ઉપર હંમેશા ગર્વ થાય છે.
એક બઉ સરસ વાત એ છે કે એનો મોટો દીકરો બાદલ આ વરસે 10માં ધોરણની પરીક્ષા આપશે અને રમીલાને એવું થયું કે એને પણ દસમું પાસ કરવું છે એટલે એને પણ ફોર્મ ભર્યું અને માં દીકરો બંને સાથે પરીક્ષા આપશે, મને તો આ વાતની ખૂબ ખુશી છે. મેં એને કીધું જ છે કે તું પરીક્ષા આપી લે પછી હું તને નવા એક બિઝનેસમાં સેટ કરી દઈશ.
મારી દ્રષ્ટિએ આ બધાને જ આપડે સુપર વુમન કહી શકીએ. મારી દ્રષ્ટિએ રમીલા એક સુપર વુમન છે અને અમે બધા ભેગા થઈને આવી ઘણી બીજી વુમનને સુપર વુમન બનાવીશું અને ઘણી સુપર વુમનની સ્ટોરીઝ બહાર લાવીશું.
ખાસ નોંધ- આપણે બધા બેનો અને ભાઈઓ લગભગ ફેશનની દોટ માં દોડતા બેનો, સેલ્ફી પાડવામાં એક્સપર્ટ બેનો, પેલું ફોટામાં હોઠ બતાડતા બેનો, અંગપ્રદર્શન કરતા બેનો, કાલું કાલું બોલતા બેનો, અંગ્રેજી કડકડાટ બોલતા બેનો, પતિના પૈસા લહેર કરતા બેનો હોય અને જે ખૂબ સ્ટાઈલો મારતા હોય એવા બધા બેનો પાછળ એવા ઘેલા ઘેલા થઇ જતાં હોઈએ છે કે આ જે સાચા સુપર વુમન બેનો છે એ બિચારા ધ્યાનમાં જ નથી આવતા. એ બધા નજરઅંદાઝ થઈને રહી જાય છે પણ કદાચ આપણે બધા એક નજર આમની પર કરીએ, એમને સાંભળીએ કે બે શબ્દથી મોટીવેટ કરીએ તો કદાચ આ બધી સુપર વુમન ની સુપરનેસ સમજાય.
બીજી ખાસ નોંધ- ક્યારેક ક્યારેક હું જોતી હોઉં છું કે હિસાબમાં હોંશિયાર બેનો આવી રીતે કામ કરતા બેનોના 50-100 રૂપિયા પણ પગારમાંથી કાપી લેતા હોય છે તો હું આ બધા કામ કરતા બેનોને કેહવા માંગીશ કે આ 50-100 રૂપિયા મહિને કાપવાથી જો બંગલા વાળા બેનો ખુશ થતા હોય તો આપણે એમને ખુશ રાખવાના, ભગવાન આપણને બધાને વધારે કમાવાની તાકાત આપશે એવી હું પ્રાર્થના કરું છું.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..