Pankti Shah - Fortune Park Dalhousie

હિમાચલ પ્રદેશ એ ભારતમાં ફરવા માટેની મારી ફેવરિટ જગ્યા છે, હું અને મારા છેલાજી થોડાક દિવસ પહેલા ડેલહાઉસી ગયા હતા. આપણે ક્યાંય પણ ફરવા જઈએ અને જો હોટલ સારી હોય તો એ ટ્રીપમાં ચાર ચાંદ લાગી જાય. અમારી ડેલહાઉસી ટ્રીપમાં અમે ફોર્ચ્યુન પાર્ક હોટલમાં રોકાયા હતા, આ હોટલ ITC ગ્રુપની છે અને ફાઈવ સ્ટાર કેટેગરીમાં આવે છે. ત્યાં રહેવાનોઅમારો અનુભવ કંઈક આવો રહ્યો,

* હોટલમાંથી એરપોર્ટ પીકઅપ ડ્રોપની ફેસિલિટી હોય છે એ અમે બુક કરાવી હતી એટલે અમિતભાઇ અમને પઠાનકોટ એરપોર્ટ પર લેવા આવ્યા હતા, પહાડી રસ્તાને જોતા જોતા અને અમિત ભાઈ સાથે વાતો કરતા કરતા અને અમે હોટલ પહોંચ્યા,

* ટીમ દ્વારા ચેકઇન પ્રોસેસ થયો અને અમારું વેલકમ થયું, રૂમમાં પહોંચીને ફ્રેશ થયા અને ગેલેરી નો દરવાજો ખોલ્યો તો સામેનો નજારો જોઈને ખુશ થઇ ગયા, ચારેકોર ખીણ, ગ્રીનરી અને ઉપર બરફની ટોચ. આ જોઇને જ અમને તો મજા આવી ગઈ કે આપણે અહીંયા પાંચ દિવસ રહેવાનું છે તો મજા પડી જશે,

* હોટલમાં રૂમ એકદમ સ્પેસીયસ હતા, દરેક ખૂણેથી એટલો સરસ વ્યુ આવતો હતો કે આપણને એવું થાય કે અહીંયાથી આ વ્યુ જોયા જ કરીએ. ટોપ ફ્લોર પરથી તો એકદમ સરસ વ્યુ આવે છે અને ત્યાં મીટિંગ રૂમ અને કિડ્સ ઝોન પણ છે, તમે જાઓ તો આ જોવાનું ના ભૂલતા,

* ફોર્ચ્યુન પાર્ક હોટલમાં જમવાનું પણ એકદમ મસ્ત હતું, અમે શેફ સાથે પણ ઘણી વાતો કરી હતી અને ત્યાંના લોકલ કુઝિન વિષે જાણકારી મેળવી હતી. ડિનર ટાઈમ પર લાઈવ મ્યુઝિકની પણ એક અલગ જ મજા હતી, અમે તો જમ્યા પછી પણ એ ભાઈ જ્યાં સુધી ગાય ત્યાં સુધી બેસીને સાંભળતા અને અમે પણ સાથે સાથે ગાતા,

* અમને આખી હોટલમાં સૌથી વધારે કોઈ જગ્યા ગમી હોય તો એ હતું ટેરેસ ગાર્ડન અને ગઝેબો સ્પેસ. આપણને એવું થાય કે અહીંયા બેસી જ રહીએ,

* ઠંડીમાં ગરમ પાણી વાળું સ્વિમિંગ પુલ મળે તો કેટલી મજા આવી જાય અને અહીંયા એવું જ હતું પણ આ કોરોનાના લીધે હજી ચાલુ નહોતું થયું એટલે એ દૂરથી જોઈને જ ખુશ થવાનું હતું. રોનકને વર્કઆઉટ કર્યા વગર ચાલે નહિ એટલે એને ત્યાં જીમ હતું એટલે એનું કામ થઇ ગયું,
* ડેલહાઉસીમાં ફરવા માટે અમે ગાડી હોટલમાંથી જ બુક કરાવી હતી અને અમિતભાઈએ અમને ખૂબ સરસ જગ્યાઓ ફેરવી અને અમારો આજુબાજુમાં ફરવાનો અનુભવ પણ એકદમ મસ્ત રહ્યો.

અમારો આ હોટલમાં રહેવાનો અનુભવ એકદમ સુપર રહ્યો, અહીંયાની ટીમ ગેસ્ટને બેસ્ટ અનુભવ કરાવવા માટે તત્પર હોય છે, જમવાનું પણ એકદમ બેસ્ટ હતું અને બરફના પર્વતને જોતા જોતા ખાવાની મજા પણ અલગ જ હતી. તમે ડેલહાઉસી જાઓ ત્યારે ફોર્ચ્યુન પાર્ક હોટલમાં રહેજો તો તમને ગમશે.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..