આ વરસની એવી વાતો કે જેનું દુઃખ તો બધાને જ છે અને એ બધાને ખબર પણ છે પણ આજે હું તમને કહીશ કે 2020 માં સકારાત્મક અનુભવો મારા જીવનમાં કેવા રહ્યા અને તમે પણ મને તમારા જીવનનાં સકારાત્મક અનુભવો કહી શકો છો, મારુ 2020 કંઈક આવું રહ્યું,
* વરસની શરૂઆત મારી થાઈલેન્ડ ટ્રીપ થી થઈ હતી અને જાન્યુઆરીમાં એ મારી પેહલી અને છેલ્લી ફોરેન ટ્રીપ આ વરસની હતી પણ થાઈલેન્ડ એ મારા મનગમતા દેશોમાંનું એક છે અને ત્યાંનો મારો અનુભવ સુપર રહ્યો,
* કોરોનાકાળના લોકડાઉન દરમ્યાન ફેમિલી સાથે ખૂબ સમય વિતાવ્યો અને એકબીજાને વધારે જાણ્યાં અને સમજ્યા,
* કઝીન તો બધા પ્રસંગ વગર મળે નહીં પણ લોકડાઉન માં અમે બધા કઝીન હાઉસી અને બીજી ઘણી બધી ઓનલાઈન ગેમો રમ્યા,
* મેં રામાયણ, મહાભારત, જય હનુમાન, વિષ્ણુ પુરાણ, ગૌતમ બુદ્ધ, શક્તિમાન જેવી બધી સિરિયલ ફરીથી આખી સિરીઝ જોઈને અને મનગમતા મૂવીઝ ફરીથી જોઈને જૂની યાદો તાજી કરી,
* ઘણી અવનવી વાનગીઓ બનાવતા શીખી અને નવા નવા અખતરા કર્યા,
* ઘરે રહીને ઓફિસનું કામ કેવી રીતે સરસ થાય એ શીખી,
* એકદમ મસ્ત ટેરેસ ગાર્ડન બનાવ્યું અને ઘરનાં ગાર્ડનમાં પણ 300 જેટલા નવા પ્લાન્ટ્સ વાવ્યા,
* સૌથી સરસ વાત એ થઈ કે મેં મારા ટ્રાવેલ અનુભવો ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું અને એમાં મને મજા આવી ગઈ,
* ધ્યાન પ્રત્યે થોડો પ્રેમ વધાર્યો અને પોતાને પણ વધારે પ્રેમ કરતા શીખી,
* ગુજરાતની ઘણી નવી નવી જગ્યાઓએ ફરવા ગઈ અને ગુજરાત ભ્રમણ તો મારું 2021 માં પણ ચાલુ જ રહેશે, ટ્રાવેલ દરમ્યાન મને ઘણા પારકાએ પોતાની બનાવી,
* હેરિયરની લાઈફમાં એન્ટ્રી થઈ જેની સાથે મેં ઘણી ટ્રીપ કરી અને આગળ કરતી રહીશ,
ઘણી નિરાશાઓ વચ્ચે પણ જીંદગી આપણને કંઈક તો સારું શીખવી જાય છે, તમે 2020 માં આવું શું અનુભવ્યું?
ખાસ નોંધ: હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે આપણે બધા નવા વરસમાં એકબીજાને ખૂબ પ્રેમ કરીયે, શાન્તિથી રહીએ, ચારેબાજુ ખુશીઓ ફેલાવીએ, કોઈની વિશે કંઈ ધારી ના લઈએ, બધાને સાંભળીયે, સાકર જેવા મીઠા બનીએ, સરળ અને સહજ બનીએ, જે મનમાં હોય એ કેહતા શીખીએ, ખોટા દેખાવાથી દૂર રહીએ, પોતાના પ્રેમમાં પડીએ અને ખૂબ ખૂબ ફરીએ અને ફરવા જઈએ ત્યારે ફોટા ઓછા પાડીએ અને ફરવામાં વધારે ધ્યાન આપીએ એવી હું માતાજીને વિનંતી કરું છું. તમે બધા મને આશિર્વાદ આપો કે હું 2021 માં ખૂબ કામ કરૂં, બઉ બધું ફરું, મારે 500 ગામડાનાં કુટુંબની મુલાકાત લેવી છે એ લઈ શકું અને મારા ઢગલાબંધ અનુભવો તમારી સાથે શેર કરતી રહું.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ