હું છેલ્લાં ઘણાં દિવસોમાં ગામડામાં ઘણાં જુવાનિયાઓ ને મળી, એમની વાતો સાંભળી, એમને સમજવાનો પ્રયત્ન કર્યો અને આમતો હું પણ ગામડાની જ છું એટલે નાનપણથી જોતી આવી છું કે અમારા ગામડાનાં જુવાનિયાઓ થોડા અલગ હોય છે, જોવામાં શરમાળ લાગે છે પણ એમને સમજવા ખૂબ સરળ છે. મારી બનાસકાંઠા ટ્રીપમાં હું રશ્મિન ના ઘરે રોકાઈ આવી અને મેં એ ચાર દિવસમાં એને સમજવાનો ટ્રાય કર્યો અને બીજા ઘણાં બધાં યુવાપેઢીની વાતો સાંભળી અને એના પરથી હું મારો અનુભવ શેર કરીશ,
* રશ્મિને ડિપ્લોમા મિકેનિકલ એન્જીનીયરિંગ કર્યું અને પછી BA કર્યું, હવે એ જોબ શોધે છે અને માસ્ટર ડીગ્રી પણ કરશે. આની સાથે સાથે એ વાંચનનો શોખ ધરાવે છે અને ખૂબ વાંચન કરે છે જેની ઘણી ચર્ચા મેં કરી હતી. ગુજરાતી ભાષામાં એને પુસ્તક લખવાની ઇચ્છા છે અને એની પર પણ એ કામ કરી રહ્યો છે. આના પરથી મને થયું કે ગામડાના છોકરાઓ ના સપના પણ ઊંચા હોય છે અને એને પુરા કરવા માટે કોશિષ પણ કરતા હોય છે પણ ક્યારેક એમને કોઈના સાથ, સહકાર કે માત્ર સલાહની જરૂર હોય છે તો મને જ્યારે જ્યારે ચાન્સ મળશે ત્યારે એ કરવાનો હું જરૂર પ્રયત્ન કરીશ,
* એમને મળીયે ત્યારે એવું લાગે કે એ બહુ શરમાળ છે, જલ્દી એકદમ બોલે નઈ કારણકે એમને અંદર એવું લાગે કે એ બોલશે તો એમની બોલી પર શહેર વાડા હસી ઉડાવશે, એમની પહેરવેશ જુનવાણી લાગશે તો? , એમની વાતો નાના વિચારો વાળી લાગશે તો?, સિટીવાળા કરતા એમનો સ્વેગ ઓછો લાગતો હશે તો? અને આ બધી મુંઝવણમાં એમને શું બોલવું એ એમને સમજાય નહીં એટલે શરમાળ હોય એવું લાગે બાકી જ્યારે એમને એવું લાગે કે સામે મને સાંભળવા વાળું કોઈ છે તો એ પછી મન મુકીને બોલે છે,
* બીજી એક એમને મુંઝવણ હોય છે કે એમનું ઘર, એમની લાઈફ સ્ટાઇલ સિટી વાળા કરતા સાદી હોય છે એટલે એમને એવું લાગે કે અમારા સાથે આ ભળશે કે નહીં તો આપણે જ્યારે પણ આવા કોઈ ગામમાં જઈએ કે કોઈને મળીયે તો આપડે આપડી સિટીની લાઇફસ્ટાઇલ ની હોંશિયારી ના મારવી જોઈએ અને એમને ખાત્રી કરાવવી જોઈએ કે તમે જેમાં રહો છે, જેવી રીતે રહો છો એ ખૂબ સુંદર છે તો પછી એ તમારી સાથે નિખાલસતાથી વાત કરશે,
* ગામડામાં ટેલેન્ટ ભરી ભરીને હોય છે ખાલી એને સમજવું પડે, હું એવા ઘણાં છોકરાઓને મળી છું કે જેને જીમમાં ગયા વગર દેશી સ્ટાઇલમાં પણ મસ્ત બોડી બનાવી હોય, જેની પાસે દરેક પ્રોબ્લેમનાં જુગાડ હોય, જે સ્પેશિયલ ટ્રેનીંગ વગર પણ ઘણી વસ્તુઓમાં એક્સપર્ટ હોય અને જેમનો જુસ્સો ભરી ભરીને હોય પણ દબાયેલો હોય અને મારે એને બહાર લાવાનો પ્રયાસ કરવો છે,
* ઘણાં ગામડાનાં જુવાનિયાઓને એમ લાગતું હોય કે શહેરની છોકરીઓ સાથે કેમ વાત કરવી અને ગામડાની છોકરીઓને શહેરના છોકરાઓ સાથે વાત કરવામાં અચકાટ થતો હોય છે, પણ અહીંયા હું એક વાત કહીશ કે પ્રેમ શહેર માં થાય કે ગામડામાં, શહેર વાળા સાથે થાય કે ગામડા વાળા સાથે થાય પણ પ્રેમમાં પડ્યાં પછી જે દિલનાં ધબકારા વધે એતો શહેર ગામડાનાં સરખા જ વધે અને પ્રેમની ભાષા કદાચ બદલાય પણ અનુભવ તો સરખો જ રહે,
રશ્મિન અને એના મિત્રો ભાવેશ, સચિન, રશ્મિન ના કઝીન ભાઈ બહેનો અને આજ સુધી મળેલા મારા બધા ગામડાનાં જુવાનિયાઓ ને હું એક જ વાત કહીશ કે તમે અલગ છો, અનેરા છો, અદ્દભૂત છો અને તમારી આભને આંબવાની આ આશા અમર રાખજો, મારી જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ કરજો.
ખાસ નોંધ: મારા ગામડાનાં આ બધા જુવાનિયાઓને મારી એક નમ્ર વિનંતી છે, ઉપર કિધેલી બધી વાતો પર મૂંઝવણ અનુભવવાની જરાય જરૂર નથી, એટલા આત્મવિશ્વાસ સાથે વાત કરો કે સામે વાળા તમને એવું કહે કે શું વાત કરો છો તમે ગામડાનાં છો પણ જરાય લાગતા નથી, સામે વાળાને આવી મુંઝવણ માં મૂકી દેજો તો મને બઉ ખુશી થશે.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ