મારા ગુજરાત ભ્રમણનાં લિસ્ટમાં પોળોનાં જંગલ ની સાથે સાથે માં આદ્યશક્તિના દર્શન કરવા જવાનું મેં અને મારી Harrier એ નક્કી કર્યું. છેલ્લા ઘણા સમયથી હું luxurious stay જ કરતી હોઉં છું, પછી જયારે મને કોઈ પૂછે કે તમે જ્યાં રહ્યા હતા એની details આપો તો ક્યારેક એવું થાય કે અમુક જગ્યા બધાનાં બજેટ માં ના હોય. એટલે મેં હવે એવું નક્કી કર્યું છે કે હું luxurious stay ની સાથે સાથે budget stay પણ કરીશ એટલે મારા અનુભવો વાંચતા બધા જઈ શકે એવી જગ્યાઓ હું કહી શકું.

પોળોનાં જંગલમાં રહેવા માટે હું એવી જગ્યા શોધતી હતી જ્યાં nature સોળે કળાએ ખીલ્યો હોય, શાંતિ હોય અને ભીડ ના હોય. મેં Ambica Exotica Resort બુક કરાવ્યો. વડોદરા થી હું અને મારી હેરિયર શામળાજીનાં વચ્ચે દર્શન કરીને ત્યાં પહોંચ્યા. અંદર જતા જ મને થયું કે આ એવી જ જગ્યા છે જેવી જગ્યામાં મને રેહવું હતું. ત્યાં મને મળ્યા આશિષ અને મગન. એમને મારો સામાન રૂમમાં મૂકી દીધો, મેં એમને કીધું મને બઉજ ભૂખ લાગી છે, મસ્ત ચા પીવડાવી દે અને સાથે પારલેજી મળી જાય તો મજા આવી જાય. એને કીધું મેડમ તમે આરામ કરો હું રૂમમાં આવીને આપી જઈશ. મારી રૂમમાં જતા જતા મેં જોયું ત્યાં સામે એક નાનકડું ટેરેસ હતું, મેં આશિષ ને બૂમ પાડી કે ચા ટેરેસ પર આપીશ? એને કીધું હા મેડમ તમે જાઓ હું ત્યાં આપી જાઉં છું. મસ્ત ટેરેસ પર બેસીને ચા પીધી, બિસ્કિટ ખાધા, આરતી સાંભળી અને ત્યાં જ બેસી રહી ૨ કલાક સુધી. પછી નીચે જઈને આખા રિસોર્ટ માં આટો મારી આવી, બીજા બધા ગ્રુપ માં આવ્યા હતા એમના ફેસ પર lockdown પછી પેહલી વાર નિકડયાની ખુશી દેખાતી હતી. હું જમવા ગઈ, બઉજ ભૂખ લાગી હતી,એકદમ મને ભાવે એવું દેશી જમવાનું જોઈને મજા આવી ગઈ.

પછી હું waterpark side જઈને ખાટલામાં આડી પડી, ચાંદા મામાને અને તારાઓને ટમટમતા નિહાળ્યા. 11 વાગ્યા પછી હું રૂમમાં ગઈ અને મેં રૂમ તો ત્યારે જ જોયો. ત્યાં સુધી હું બહાર જ ફર્યા કરી. કુદરત જ્યાં મળી જાય ત્યાં રૂમમાં બેસીને શું કરવાનુ! રૂમ એકદમ peaceful, garden facing, spacious અને જરૂરિયાત ની બધી વસ્તુઓ સાથે હતા.

રાત્રે મને સુતા પહેલાં આશિષ કહેવા આવ્યો કે madam તમે એકલા છો અને તમને બીક લાગે તો મને ઉઠાડજો, હું બહાર જ સૂતો છું ( એક નિસ્વાર્થ લાગણીનો અનુભવ થયો). સવારે મારા ગાઇડ આવી જશે એવો યશપાલજીનો (owner) મને મેસેજ આવી ગયો હતો. ગરમ ગરમ સવારે નાસ્તો કર્યો, દલસુખભાઈ ( ટુર ગાઇડ) આવી ગયા હતા પછી અમે હેરિયર લઈને પોળોનાં જંગલમાં ગયા, મેં એમને સમજાવ્યું કે મારે કેવી રીતે ફરવું છે. અમેં 3 દિવસનો ફરવાનો પ્લાન બનાવ્યો અને કેટલીક જગ્યાઓ તો 3 વખત ગયા 3 દિવસમાં જે મને બઉજ ગમી ગઈ હતી. મને દલસુખભાઈ સાથે ફરવાની મજા આવી, Thanks to Ambica Exotica જેને મને આટલા સરસ ગાઇડ સાથે ફરવાનો મોકો આપ્યો.

આ 3 દિવસ મારા Ambica Exotica માં ખૂબ અદ્ભૂત રહ્યા,

* ત્યાંની ટીમ ગેસ્ટને service આપવા માટે તત્પર હોય છે, મને તો પોતીકાપણાં નો એહસાસ થયો,

* ખુલ્લાં આકાશ નીચે સુવાની મજા માણી.

* અહીંયા Swimming pool, Mini Waterpark, Adventure Zone પણ છે, હું તો કુદરતને જ માણવામાં હતી એટલે આ બધો અનુભવ કરવો બાકી રહ્યો.

* દેશી જમવાનું મળે એટલે મને તો એકદમ મજા પડી જાય. આશિષ, સાગર અને ટિમ ખૂબ સરસ જમવાનું બનાવે છે. સવારના નાસ્તાના થેપલાં અને દાલબાટીનો સ્વાદ મને હજી યાદ આવે છે.

* Resort માં ખુલ્લાં પગે ચાલવાનો આનંદ ઉઠાવ્યો.

* ત્યાંતો ઠંડીની શરૂવાત થઈ ગઈ હતી તો રાત્રે તાપણું કર્યું અને આખા દિવસની ફર્યાની વાતો યાદ કરી.

* ત્યાં મને એક ગાંધીનગરનું ફેમિલી પણ મળ્યું, aunty ને મારી hairstyle ગમી ગઈ એ રીતે વાત start થઈ અને પછી આખા ફેમિલી સાથે mast દોસ્તી થઈ ગઈ, એકબીજાનાં ઘરે બોલવા સુધી વાત થઈ,

* મને ત્યાંથી પાછું આવાનું જરાય મન નહોતું થતું, જલ્દી પાછી જઈશ એવું મનને મનાવું પડયું.

* Special thanks to the whole team, Yashpalji, Aniruddhji, Mahendrasinh, Ashish, Sagar, Magan 😍

મને Ambica Exotica Resort સાથે, ત્યાંના લાગણીસભર જમવાના સાથે અને ત્યાંના લાગણીશીલ માણસો સાથે પ્રેમ થઈ ગયો. એક અદ્ભૂત અનુભવ!

ખાસ નોંધ- જો તમને કુદરતને માણવું ગમતું હોય તો આ જગ્યા ગમશે, તમે દેશી food lover હશો તો તમને અહીંયા ફૂડ ભાવશે અને રહી વાત માણસોની તો એતો જ્યાં આપણે પ્રેમથી વાત કરીએ તો બધા જ વાત કરે.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..