તમે થોડા દિવસ પહેલા મારી અશોકકાકા સાથેની મુલાકાતની સ્ટોરી વાંચી હશે, ના વાંચી હોય તો હું નીચે લિંક મૂકી દઈશ. એ અશોક કાકા આજે અમારી ઓફિસ બિલ્ડીંગની નીચે ચા પીતા હશે, અમારા રાકેશે એમને જોયા અને એને યાદ આવ્યું કે આ તો એ જ કાકા છે જેના વિશે મેડમે લખ્યું હતું. એને ત્યાં જઈને કાકાને મારો અને કાકાનો ફોટો બતાડયો, કે તમે આમને ઓળખો છો? કાકા ખુશ થઈ ગયા કે હા આ બેને મને જમાડયો હતો અને હું એમને ઓળખું છું. રાકેશે કીધું મેડમ ઉપર ઓફિસમાં છે, ચાલો તમને મળવા લઈ જઉં. રાકેશના કેહવા પ્રમાણે કાકા થોડા અચકાયા અને ગભરાયા પણ રાકેશે કીધું ચલો કાકા મેડમ તમને જોઈને ખુશ થઈ જશે. રાકેશ અશોકકાકાને લઈને ઉપર ઓફિસમાં આવ્યો,

* કાકાએ મને જોઈને કીધું જય શ્રી કૃષ્ણ બેન, હું કાકાને જોઈને ખુશ થઈ ગઈ, કાકા મને જોઈને ખુશ થઈ ગયા. મારી રશ્મિન સાથે મીટિંગ ચાલતી હતી પણ રશ્મિને પણ કાકાની સ્ટોરી વાંચેલી હતી એટલે એ પણ કાકાને જોઈને એકદમ ખુશ થઈ ગયો.

* અમે બધાએ કાકાને આવકાર આપ્યો, બેસાડ્યા અને કાકા પાસેથી એમના જીવનની વાતો ફરી સાંભળી અને એમને સાંત્વના આપી,

* અશોકકાકા એ કીધું, બેન તમારી ઓફિસમાં કંઈપણ સફાઈનું કામ હોય મને કેહજો, હું કરી આપીશ. તમે પૈસા નઈ આપો તોપણ ચાલશે પણ ખાલી ખાવાનું ખવડાઈ દેજો. મેં કીધું કાકા એવું ના હોય, મફત કામ ના કરાવાય કામ હશે ત્યારે અમે તમને કહીશું,

* પછી અમે બધાએ ભેગા થઈને ભગવાનની વાતો કરી, કાકા સાંઈબાબાના ભક્ત હતા એટલે એની વાતો કરી. રશ્મિને કાકાને મને મળ્યાનો અનુભવ પૂછ્યો અને કાકાએ એને કીધું મને તો બેન બઉ સારા લાગ્યા,

* અમારી બધાની વાતોથી ઓફિસનું વાતાવરણ ખુશખુશાલ થઈ ગયું અને કાકાને આવજો કર્યું અને મેં કીધું કાકા ફરી નીચે આવો ત્યારે ઉપર મને મળવા આવજો અને કંઈપણ કામ હોય તો કેહજો,

* કાકાએ જય શ્રી કૃષ્ણ કહીને આવજો કર્યું, અમે બધા ખુશ અને હું સ્તબ્ધ થઈ ગઈ.

મને એમ થયું કે આજની આરતીમાં હું ભગવાનને શું કહીશ? કે તે મને આવા સરળ, સહજ અને સાચ્ચા લોકોને અવારનવાર મળવાનું જે સૌભાગ્ય આપ્યું છે એની માટે હું તારો આભાર કેવી રીતે માનું? મારી પાસે વધારે શબ્દ જ નથી આજે.

ખાસ નોંધ: મારી પાસે ખાસ નોંધ માટે પણ શબ્દ નથી, આજે તમે બધા આ અનુભવ માટે ખાસ નોંધ કોમેન્ટમાં કેહજો.

કાકાની સાથે મારી પેહલી મુલાકાતના અનુભવ વાંચવાની લિંક- Click Here

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..