દીદી એકલા ફર્યા કરે એવું ના ચાલે એટલે અમારી બચ્ચા પાર્ટી રાહ જોતી હોય કે ક્યારે દીદી અમને ફરવા લઈ જાય. કાલે અમે બધા બાઉન્સ અપમાં ગયા હતા જ્યાં નાના મોટા બધા એકસાથે કૂદી શકે છે. અમારો અનુભવ કંઈક આવો રહ્યો,
* જે ટાઈમે જવાનું હોય એ ટાઈમ પેહલા બધા રેડી થઈને ત્યાં આટા મારતા હોય, હું અને અમારા પાઇલોટ પ્રીતેશ ભાઈ બચ્ચા પાર્ટીને લેવા પહોંચી ગયા, બધાને હેરીયરમાં બેસવું હોય એટલે એસ ક્રોસમાં મોટા મોટાને બેસાડ્યા અને નાના નાના બધા હેરીયરમાં ગોઠવાઈ ગયા, અમુકને તો ડેકીમાં પણ બેસાડ્યા🤣🤣
* અમે ત્યાં પહોંચી ગયા, બધા બઉ એક્સાઇટેડ હતા અને જેવા અંદર ગયા ત્યાં તો બચ્ચા પાર્ટીએ દોડાદોડ સ્ટાર્ટ કરી દીધી અને મજા ચાલુ થઈ ગઈ,
* અમે બધા મોટાએ પણ કુદવાનું ચાલુ કરી દીધું, ઘણાએ સ્ટંટ પણ ટ્રાય કર્યા, ત્યાં એક આફ્રિકન ભાઈ હતા એ મસ્ત સ્ટંટ કરતા હતા અમે બધાએ એ જોયા અને અમૂકે ટ્રાય પણ કર્યા,
* ચીસાચીસ, હસાહસ અને કૂદાકૂદ કરતા કરતા 2 કલાકથી વધારે થઈ ગયા પણ છોકરાઓને તો હજી વધારે કુદકા મારવા હતા,
* અમારા અન્નપૂર્ણા વિજયાબેન, હોમ મેનેજર કાજલ, અમારા ઓફિસના કર્તાહર્તા રાકેશભાઈ, અમારા પાઇલોટ પ્રીતેશ ભાઈ, અમારી કાર્ટૂન સુમિ અને શાંત રમીલા પણ મન મુકીને કૂદયા અને મને કીધું કે દીદી આજ સુધીમાં અમને સૌથી વધારે મજા આવી ગઈ,
* પછી અમે બધાનું ફેવરિટ પાંવભાજી જમ્યા અને ફરી પાછું પીકનીકનું પ્લાન કરીને પ્રેમની આપ-લે કરીને છુટા પડ્યા,
* બધાએ પાછું યાદ કરાવ્યું કે દીદી આજના ફોટા દીદીના દીવાના ગ્રુપમાં મૂકી દેજો.
તો આવી હતી કાલની મારી બચ્ચા પાર્ટી સાથેની મુલાકાત. જેમાં અમે બધા એટલું કૂદયા કે કોઈએ બરાબર ઢીબાટયા હોય એવું શરીર દુઃખે છે અને એટલું બધું હસ્યાં કે મારા ગાલ હજી દુઃખે છે.
ખાસ નોંધ: આ દીદી દીદી ની બુમો સાંભળીને મને એટલી એનર્જી આવી જાય છે કે મને વધારે ને વધારે કામ કરવાની ઈચ્છા થાય અને એવું થાય કે હું એટલા અલગ અલગ અને એવા બિઝનેસ સેટ કરી દઉં કે મારા આ બધા છોકરાઓ મોટા થાય તો એમને એક એક બિઝનેસ સોંપી દઉં અને હું ફર્યા જ કરું🤣
બીજી ખાસ નોંધ: બધા મોટાઓને કાલે એટલે બઉ મજા આવી કેમકે આજ સુધી બધે મોટા બનીને જ ફર્યા હતા, કાલે 3 કલાક માટે બધા નાના બાળક બની ગયા હતા એટલે એમને સાચી મજા સમજાઈ ગઈ. તો તમે બધા પણ ક્યારેક ક્યારેક બાળક બની જજો અને જોજો કેવી મજા આવે છે.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ