મારા એક client છે સંદીપભાઈ, જે S P Tours & Travels ડાકોર ના owner છે. પ્રોજેકટના ડિસ્કશન માટે એ અમારી ઓફિસે આવ્યા હતાં. પ્રોજેક્ટ કરતા વધારે તો અમે ફરવાની વાતો કરી અને એમને મને જતા જતા કીધું કે પંક્તિ તમે રણછોડજીનાં દર્શન કરવા ડાકોર પધારો અને અમને તમારી મહેમાનગતિનો લાભ આપો. એમને કીધું અને મારા મગજમાં તો પ્લાન પણ બની ગયો.
હું લગભગ દરેક શનિ રવિ વડોદરા હોઉં તો ક્યાંક આજુબાજુમાં જવાનો પ્લાન કરું એટલે એક શનિવારે વહેલી સવારે હું, વિજયાબેન ( અમારા અન્નપૂર્ણા) અને કાજલ ( અમારી હોમ મેનેજર) અમે ત્રણેય પહોંચી ગયા ડાકોર અને ત્યાં સંદીપભાઈ અમને સામે લેવા આવ્યા હતા અને અમારી સફર ચાલુ થઈ.
હમણાંનું ડાકોર અને દ્વાપરયુગનું ડંકપુર તરીકે ઓળખાતું ડાકોર વડોદરાથી 65kms ખેડા જિલ્લામાં આવેલું છે. કહેવાય છે કે દ્રારકા મંદિરની મૂળ રણછોડજીની મૂર્તિ ડાકોરમાં છે. પ્રાચીનકાળમાં કૃષ્ણભક્ત બોડાણાની ભક્તિથી
પ્રસન્ન થઈને કૃષ્ણ ભગવાન બળદગાડામાં બેસીને ડાકોર આવ્યા હતા.
* ડાકોરનું રણછોડજીનું મંદિર ગોમતીનાં કિનારે આવેલું છે, આ ગોમતી તળાવ માટેની કથા પણ ભીમ સાથે સંકળાયેલી છે,
* અમે એકદમ શાંતિથી ભગવાનનાં દર્શન કર્યા, મેં એમની સાથે વાતો કરી અને એમને thanks કીધુ, મગશનો પ્રસાદ લીધો,
* બહાર નાનકડી બજાર છે ત્યાં વાજિંત્રો, લોખંડના વાસણ અને રમકડાં મળે છે, મેં ઢોલ અને એક હવન કુંડ ખરીદ્યું,
* પછી અમે ગોમતી નદીમાં બોટિંગની મજા લીધી,
* અહીંયા બીજા આજુબાજુમાં ઘણાં મંદિરો છે એ બધા મંદિરનાં દર્શન કર્યા,
* ડાકોરના વર્લ્ડ ફેમશ ગોટા ગોમતી ઘાટ પાસે બેસીને ખાધા અને કચરો કચરાપેટીમાં જ નાખ્યો,
* પછી અમે બધાએ ઘાટ પાસે બેસીને ગપ્પા માર્યા, સંદીપ ભાઈની ઓફિસ ગયા, એમને અમને બધાને એકદમ મસ્ત લંચ કરાવ્યું અને જબરદસ્ત મહેમાનગતિ કરી. વિજયાબેન અને કાજલ એ મને કીધું, દીદી તમારા client તો બઉ સારા છે😄.
તો આવી હતી અમારી ડાકોરની યાદો, મજા આવી ગઈ.
ખાસ નોંધ: ત્યાં એક પૂજારી કાકા કેહતા હતા કે જે કચરાફેંકૂ લોકો કચરો જ્યાંત્યાં નાખે છે એની સાથે રાજા રણછોડ kitta કરી દે છે એટલે તમે જરાક ધ્યાન રાખજો. અમે કોરોનાકાળ પેહલા ગયા હતા એટલે માસ્ક નથી પહેર્યા પણ તમે માસ્ક પેહરવાનું ના ભૂલશો.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ
જય રણછોડજી