કાલે હું એક લીગલ ફોર્માલિટી માટે ગોધરા ગઈ હતી. મને એક દિવસ પેહલા રાત્રે જીતુભાઈનો (જીતુભાઇ ચાર્લી) મેસેજ આવ્યો હતો કે પંક્તિદીદી તમે ગોધરા આવો ત્યારે અમારા ઘરે આવજો, મને અને મારી વાઈફને તમને મળવાની ખુબ ઈચ્છા છે. મેં એમને કીધું તમારો નંબર આપો, હું કાલે જ આવાની છું તો તમને કોલ કરીશ. પછી મને સવારે જ એમનો કોલ આવી ગયો હતો કે દીદી જમવાનું અમારે ઘરે રાખજો, મેં કીધું કે મારે ક્લાઈન્ટના ઘરે જમવાનું છે એટલે હું તમારા ત્યાં ચા નાસ્તો કરીશ.
મારુ કામ પત્યું એટલે મેં એમને કોલ કર્યો, એ મને એક જગ્યાએ લેવા આવ્યા અને હું એમને ફોલો કરતી કરતી એમના ઘરે ગઈ, મારો અનુભવ કઇંક આવો રહ્યો,
* હું ગાડીમાંથી ઉતરી એટલે જીતુભાઇ મને પગે લાગ્યા અને હું હેબતાઈ ગઈ, મેં એમને કીધું પ્લીઝ તમે મને પગે ના લાગશો. દિશા ભાભી ઉપરથી અમને જોતા હતા. પછી અમે ત્રીજા માળે એમના ઘરે ગયા. દિશા ભાભી મને પગે લાગ્યા, મને બઉ અજીબ લાગ્યું મેં કીધું તમે મને કેમ પગે લાગો છો?, એમને કીધું દીદી તમેં અમારા ઘરે આવ્યા એટલે. અમને એવું જ હતું કે તમે નઈ આવો, અમારું આ નાનકડું ઘર છે તમને ગમે કે નહિ એટલે પણ તમે સાચેમાં આવ્યા એટલે હું ખુશ થઈ ગઈ. મેં કીધું આટલું સરસ તો છે અને હું તમારું ઘર જોવા નથી આવી પણ તમારો પ્રેમ અનુભવવા આવી છું,
* પછી અમે બેઠા અને મારા લખાણની વાતો કરી, ભાભીને ગુજરાતી વાંચતા નથી આવડતું એટલે એમને કીધું કે તમારા ભાઈ મને બધું સમજાવી દે છે કે તમે શું લખ્યું છે. ભાભીએ કીધું, હું તો ભણેલી જ નથી દીદી. મારુ પિયર મઘ્યપ્રદેશના નાના ગામડામાં છે અને અમારે ત્યાં દીકરીઓને ભણાવતા જ નથી. હું લગ્ન પછી તમારા ભાઈના સપોર્ટથી આટલી હોંશિયાર બની. મેં કીધું જીતુભાઇ સારું છે તમે ભાભીને આટલો સપોર્ટ કર્યો. એમને કીધું એ બઉ ડાહ્યી છે અને મને બઉ સાચવે છે, અમારે એક દીકરો અને દીકરી છે એનું પણ ખુબ ધ્યાન રાખે છે અને મને શોપ પર પણ થોડો સપોર્ટ કરવા આવે છે,
* પછી એમના દીકરા દીકરીની વાતો કરી અને ફોટા જોયા, એ બંને ક્લાસમાં ગયા હતા એટલે મળી ના શકાયું. ભાભીએ પછી તિજોરી ખોલી અને એક પછી એક નાસ્તાની પ્લેટો કાઢવા લાગ્યા, હું વિચારમાં પડી ગઈ કે તિજોરીમાંથી કેમ કાઢે છે, મેં પૂછ્યું એમને કે કેમ તિજોરીમાં? ભાભીએ કીધું મેં બધું રેડી કરીને મૂક્યું હતું કે દીદી આવે એટલે મારો ટાઈમ ના બગડે, એમની સાથે બેસી શકાય. જોતજોતામાં એમને છપ્પન ભોગ ધરાવ્યા હોય એમ પલંગ ભરી દીધો. મેં એમને કીધું આટલું બધું કેમ છે? આટલું બધું ના ખાઈ શકાય. ભાભીએ કીધું આ તો હજી કંઈ નથી, ગરમ નાસ્તો બાકી છે અને વધારે ટાઈમ નહોતો નહીતો હજી વધારે બનાવત. ભાઈ ભાભીએ મને હેબતાવાની કોઈ મોમેન્ટ બાકી ના રાખી,
* વાતો કરતા કરતા વચ્ચે પાછા અચાનક બંને સિંધીમાં વાત કરે કે આપણે બંને સપનું જોતા હોઈએ એવું લાગે છે ને કે પંક્તિદીદી આપણા ઘરે બેઠા છે, મેં એમને કીધું તમે પ્લીઝ આવા રિએક્શન ના આપો મને અજીબ લાગે છે. હું તો બધાના ઘરે આવી રીતે જાઉં જ છું, તમે મને બોલાવી એના માટે તમારો ખુબ ખૂબ આભાર,
* મસ્ત ચા નાસ્તો કરી મેં જીતુભાઈને કીધું તમારી દુકાને તો લઇ જાઓ, જીતુભાઈની દુકાનનું નામ છે “જીતુભાઇ ચાર્લી”, પાનમસાલા ની સાથે સાથે એ મેન્સ એસેસરીઝ પણ વેચે છે, એમને જતા જતા મને એમની બિઝનેસ સ્ટોરી કીધી કે પાનની લારી માંથી એમને નાની દુકાન કેવી રીતે કરી. મને આ સાંભળવાની મજા આવી ગઈ અને મનમાં વિચાર્યું કે IIM માં અમે દિગ્ગજ બિઝનેસની કેસ સ્ટડી ભણતા હતા પણ આ સ્કેલના બિઝનેસની સ્ટોરી પણ ઇન્ટરેસ્ટિંગ હોય છે. મારી માટે બિઝનેસ એ બિઝનેસ છે, બિઝનેસ નાનો મોટો નથી હોતો એટલે બધાએ હંમેશા પોતાના બિઝનેસને રિસ્પેક્ટ આપવી જોઈએ, ભલે પછી ફ્રૂટની લારી હોય કે અબજોનું એમ્પાયર હોય. એવું ક્યારેય નહીં કહેવાનું કે અમારો નાનો બિઝનેસ છે, ખુબ ગર્વથી કહેવાનું કે મારો બિઝનેસ છે,
* એમની દુકાનની મુલાકાત પછી એમને બાજુમાંથી મારા ઘર માટે સૌરાષ્ટ્રનો ફેમશ નાસ્તો લીધો, ગરમ ગરમ વણેલા ગાંઠ્યા બનાવડાવીને પેક કરાવડાવ્યા અને મને કીધું આ ઘરે લઇ જવાનો છે, મેં ના પડી તો એમને કીધું દીદીને ખાલી હાથે ના મોકલાય. આવી બધી બાબતે મને આગળ શું કેહવું જોઈએ એ હંમેશા સમજાતું જ નથી. પછી ગાડી સુધી ભાઈ ભાભી સાથે આવ્યા, મારી પાસેથી ફરી રહેવા આવાનું વચન લીધું અને ફરી બંને પગે લાગ્યા, મેં મીઠો ગુસ્સો કર્યો અને કીધું આવું બધું કરશો તો ફરી તમારા ઘરે નહી આવું. બંનેને હગ કરીને હું ગાડીમાં બેઠી અને બરોડા માટે નીકળી ગઈ.
તો આવી હતી મારી જીતુભાઇ ચાર્લી અને દિશાભાભી સાથેની મુલાકાત. બધો ટાઈમ એ બંને એ જ મૂંઝવણમાં હતા કે મને વધારે માં વધારે કેવી રીતે સાચવી લે, અને મને વધારે ને વધારે શું ખવડાઈ દે. અને આ બધું જોઈને હું લગભગ સરપ્રાઈઝિંગ મોડમાં જ હતી. છેલ્લા ઘણા વર્ષોથી મેં એવી મહેમાનગતિ જ જોઈ છે અને કરી છે જેમાં મેહમાન આવે એટલે મોસ્ટલી બહાર જમવા જ લઇ જવાના હોય અને આપણે કોઈના ઘરે જઈએ તો એ આપણને લઇ જાય. થોડા મહિનાથી હું અલગ જ મહેમાનગતિ અનુભવી રહી છું જેમાં મને બધા ઘરનું જમાડી જમાડીને સરપ્રાઈઝ કરી દીધી છે. મને એવું થાય છે કે આ બધા ઘરના બેનો થાકતા નહી હોય?
ખાસ નોંધ- માણસ નાના-મોટા કે બિઝનેસ નાના-મોટા નથી હોતા. એટલે ક્યારેય કોઈએ કોઈને નાના મોટા કેહવું નહિ કે કોઈના બિઝનેસને નાનો-મોટો કેહવો નહિ. બધા પોતાની શક્તિ મુજબ પોતાના કર્તવ્ય નિભાવતા હોય છે. પૈસાથી માણસને અને ટર્નઓવરથી બિઝનેસને નાના મોટા તોલવાનું બંધ કરીને આપણે એમાં રહેલો પ્રેમ, ધગશ, માનવતા, ડેડિકેશન, પ્રામાણિકતા અને એના દિલનો ભાવ જોવો જોઈએ. કરોડોના ગફલા કરવા વાળાને મોટો બિઝનેસમેન કેહવા કરતા લારી, નાની દુકાન કે રેકડી પર બિઝનેસ કરતા ભાઈઓ બહેનોને હું સલામ કરું છું.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ