મારી માહિસાગરની મુલાકાત દરમ્યાન હું એક દિવસ હિંમતનગર ગઈ હતી. ત્યાં હું ધ્રુવના ઘરે રોકાઈ હતી, એ આમતો મને મારા પોળોના જંગલના લખાણથી ઓળખે છે અને હવે તો અમારી ઓફિસના એક પ્રોજેક્ટમાં સાથે કામ પણ કરે છે, મારી હિંમતનગરની મુલાકાત કંઈક આવી રહી,
* ગામડાના લગન મહાલીને હું હિંમતનગર પહોંચી અને ગાજરના હલવા જેવો ધ્રુવનો મીઠો આવકાર અનુભવ્યો,
* પછી અમે રોડાના મંદિર જોવા ગયા, ત્યાં અદ્ભૂત શાંતિનો અનુભવ થયો એટલે અમે થોડો ટાઈમ ત્યાં મંદિરના ઓટલા પર બેઠા અને ધ્રુવ પાસેથી જગ્યાની વાતો સાંભળતા સાંભળતા પૌરાણિક ભુમિના સકારાત્મક વાઈબ્સ ફિલ કર્યા. ત્યાં ધ્રુવે મને ડંકી માંથી માટી વાળું પાણી પીવડાવી દીધું અને પછી હસવા લાગ્યો તો મેં કીધું હું ગામડાની છું પથ્થર પણ પચાવી દઉં લા પછી સુરજ દાદાનો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે રોડાના એક મંદિરમાં ના જઇ શક્યા,
* ત્યાર પછી ધ્રુવ મને એના ફેવરિટ નરેન્દ્ર કાકાના ઘરે લઈ ગયો, કાકા આમતો પોસ્ટ ના ઓફિસર છે પણ એ અને ધ્રુવ ઘણા વરસોથી સાપ રેસ્ક્યુ કરવાનું કામ કરે છે અને એને સુરક્ષિત જગ્યાએ છોડી દે છે.પ્રકૃતિ ને સમર્પિત જીવન જીવનારા આ બંનેએ મારા દિલ જીતી લીધા,
* નરેન્દ્ર કાકાના ઘરે હું કાકીને પણ મળી, એમને જોઈને લાગે જ નઈ કે એમની સાસુ બનવાની ઉંમર છે, એમનો દીકરો ચિરાગ મારી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ વાંચતો હોય છે એટલે મને ઘણું ખરું ઓળખતો હતો, ચિરાગ માસ્ટર ડિગ્રી કરે છે, મસ્ત પિયાનો વગાડે છે અને એકદમ શાયર સ્વભાવ ધરાવે છે, એને લખેલી ઘણી ગઝલ પણ એને અમને સંભળાવી. ચિરાગનો ફ્રેન્ડ અપ્પુ પણ ત્યાં મળ્યો એ ઓછું બોલતો હતો અને વધારે શરમાતો હતો. એમની ત્યાં મને બધાં સાથે વાતો કરવાની મજા પડી ગઈ અને ફરી રોકાવા આવાના વચન સાથે અને કાકીને મેં કીધું સાસુ બનવાની ઉતાવળ ના કરશો તમે નાના લાગો છે અને પછી અમે આવજો કર્યું,
* ધુવ ના કેહવા પ્રમાણે હિંમતનગર ની દાલબાટી બઉ વખણાય છે એટલે અમે પેક કરાવીને ઘરે ગયા, ત્યાં ધ્રુવના મમ્મી ભાવનાબેન અને પપ્પા રામકાકા ને મળી, બધા સાથે બેસીને જમ્યા અને આટલી બધી વાતો કરી,
* જમ્યા પછી જેમ ભાઈબંધ બધા ભેગા થાય એમ આજે ધ્રુવની ભાઈબંધ ગેંગમાં હું પણ સાથે ગઈ, રિવરફ્રન્ટ પાસે બેસીને અમે બઉ ગપ્પાં માર્યા, બધાની બાળપણની વાતો, કોલેજની વાતો, લાઈફની યાદગાર મોમેન્ટસ અને એમની બહેનપણીઓ ની વાતો કરી. ધ્રુવની વાતો સૌથી વધારે હતી. હું, ચિરાગ અને અપ્પુ તો એને સાંભળીને હસી હસીને થાકી ગયા,
* ઘરે આવ્યા પછી પાછું અંકલ આંટી સાથે વાતો કરી, રાત્રે ઝરમર વરસાદનાં અવાઝમાં મીઠી ઊંઘ આવી, સવારે ઉઠીને પાછી અધૂરી રહેલી વાતો કરી અને એકદમ મસ્ત નાસ્તો કર્યો. આંટી એ મારા ફેવરિટ પાપડ પૌવા બનાવ્યા હતા અને મઠના ખાખરા, તલનું કચરિયું અને બીજું ઘણું બધું ખાધું, આંટીએ સાથે લઈ જવા માટે પણ બધું પેક કરી આપ્યું,
* મને સાપ રેસ્ક્યુ લાઈવ જોવાની ઈચ્છા હતી જ અને કાકાનો ધ્રુવને કોલ આવ્યો કે એક રેસ્ક્યુ છે, મેં ધ્રુવ ને કીધું હું પણ સાથે આવીશ અને પછી અમે ગયા અને ત્યાં મેં ધ્રુવને સાપને રેસ્ક્યુ કરતા જોયો, પછી અમે એ સાપને સલામત જગ્યાએ છોડીને ઘરે ગયા,
* પછી બધી મુલાકાતના અંત ની જેમ ફરી રોકાવા આવીશ એમ મનને મનાવીને આવજો કર્યું, ધ્રુવ તો મારી સાથે બાકોર ફરવા આવાનો હતો એટલે અમે પછી હિંમતનગર થી નીકળ્યા,
તો આવી હતી મારી હિંમતનગરની ધ્રુવના ઘર ની મુલાકાત, નરેન્દ્ર કાકા ના ઘરની ઊડતી મુલાકાત અને ચિરાગ અને અપ્પુ સાથે થયેલી મિત્રતા અને ધ્રુવ પાસેથી મળેલું ‘સુપરદીદી’ નું બિરૂદ જે મને હંમેશા યાદ રહેશે. મને આ અજાણ્યા માંથી પોતાનાં થઈ જતા બનાવો ક્યારેક વિચારોમાં પાડી દે છે કે હું આ બધાના નિસ્વાર્થ પ્રેમનું ઋણ કેવી રીતે ચૂકવિશ?
ખાસ નોંધ: પારકા ને પોતીકા કરવા માટે બસ ખાલી ભૂલી જવાનું કે આ પારકા છે અને પછી વાત કરવાની એટલે તમે ક્યારે પોતીકા બની જશો એ જ તમને ખબર જ નઈ પડે!!
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ