ભૂટાન માં રહેવા માટે એકથી એક ચડે એવી હોટલો છે, હું ત્યાં મારા બર્થડે વેકેશનમાં ગઈ હતી અને અલગ અલગ છ હોટલમાં રોકાઇ હતી એ બધી હોટલમાં રહેવાના મારા અનુભવ આજે હું અલગ અલગ પોસ્ટમાં કરીશ. પારો ભૂટાનમાં આવેલી Le Meridien Paro, Riverfront હોટલ છે, લોકેશન સુપર અમેઝિંગ છે, તમને એવું થશે કે અહીંયા રોકાઈ જ જઈએ, મારા બે દિવસનો અનુભવ ત્યાં આવો કંઈક રહ્યો,
* અહીંયા રૂમ માંથી, બહારથી, બારીમાંથી કે જ્યાં જ્યાં નજર જાય ત્યાં બધેથી જ કુદરત આપણને ભેટી પડતી હોય એવું લાગે છે,
* હું અહીંયા બે દિવસ રોકાઈ ત્યારે ક્યાંય બહાર ફરવા જ ના ગઈ એવું થયું અહીંયા જ મસ્ત ટાઈમ સ્પેન્ડ કરું, રિવર સાઈડ બેસીને બુક્સ વાંચી, ત્યાં બીજા ગુજરાતીઓ હતા એમની સાથે વાતો કરી અને પાણીને ખળખળ વહેતું જોયા કર્યું,
* ભૂટાનમાં સુરજ દાદા સવારે કેવા દેખાતા હશે અને સાંજે આથમતા કેવા દેખાતા હશે એ જોયું,
* અહીંયા સ્વિમિંગ પુલમાં ગરમ પાણી હતું અને ઠંડી એકદમ મસ્ત હતી એટલે મેં તો સવાર સાંજ પુલની મજા માણી,
* જમવામાં તો એટલી બધી વસ્તુઓ હતી એમાંથી ઘણું બધું ખાધું અને અમુક ચાખ્યું, ત્યાં ઢોકળાં પણ હતા સવારે નાસ્તામાં😂, chef સાથે પણ વાતો કરી અને ડિસ્કસ કર્યું કે ગુજરાતીઓ ની ફૂડ ચોઇસ કેવી હોય છે,
* આખા ભૂટાનના લોકો જ બહુ સરસ છે પણ હું હોટલની ટીમની વાત કહું તો આપડે અહીંયા કાઠિયાવાડમાં મહેમાનગતિ કરે એવી ત્યાં કરે છે, બહુ જ વિનય વિવેકી, અને સુપર ક્યુટ છે,
* રૂમમાંથી બહાર નો વ્યૂ જોવાના ચક્કરમાં ચા કોફી ઢગલાબંધ પી લીધી, આરામદાયક રૂમમાં પેટ ભરીને સૂતી,
* ભૂટાનમાં ટ્રેડિશનલ બોડી મસાજ બઉજ મસ્ત કરે છે, એનો અનુભવ પણ કર્યો,
* આ હોટલમાં એક ધ્યાન હોલ છે ત્યાં બેસીને ધ્યાન કર્યું અને એક અલગ જ એનર્જીનો અનુભવ કર્યો,
મને આ હોટલમાં રહેવાની મજા આવી હતી, આજે લખતા લખતા પણ એ અનુભવો આંખ સામેં આવી ગયા, એ વાતાવરણ, ત્યાંના હૃદયસ્પર્શી લોકો, રિવર સાઈડ જગ્યા, મરચાંનું શાક અને મારી પોતા સાથેની વાતો. મને અહીંયા રહેવાના એક નાઈટનાં 32000 Rs. થયા હતા, અલગ અલગ રૂમ પ્રમાણે ચાર્જ હોય છે.
ખાસ નોંધ: મારા 6 વરસના ટ્રાવેલમાં મેં 50 Rs એક રાતના આશ્રમથી લઈને 50000 Rs. એક રાતનાં હોય એવી હોટલમાં રહેવાના અનુભવ કર્યા છે, એના પરથી કહી શકું કે બધી જગ્યાએ રહેવાની એક અલગ મજા હોય છે, આપડે આપડા બજેટમાં જે હોય એજ બેસ્ટ છે એવું રાખવાનું. બાકી જ્યાં સરસ ઊંઘ આવે એ જ મસ્ત જગ્યા કહેવાય રેહવા માટે. અને કચરાફેંકૂઓ તમે પ્લીઝ આ જગ્યા પર રેહવા ના જતા, બઉ maintained કરેલું છે એ બગાડશો નઈ.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ