હું અમદાવાદ મારા બિઝનેસનાં કામથી અને મારા કઝીન ભાઈ યશનું લગ્ન નક્કી કર્યું એને હરખ કરવા ગઈ હતી. મારે એક client રોનકભાઈ સાથે બિઝનેસ મીટિંગ હતી જે લાસ્ટ મોમેન્ટ પર 2 કલાક માટે delay થઈ. મને થયું કે ચલ ક્યાંક નજીકમાં ફરી આવું. Google કર્યું અને જોયું નજીક માં થોલ વન્યજીવન અભયારણ્ય હતું તો હું અને હેરિયર ત્યાં પહોંચ્યા.
થોલ તળાવમાં એક પ્રખ્યાત થોલ વન્યજીવન અભયારણ્ય આવેલું છે, અમદાવાદથી 25kms દૂર, અહીંયા વિવિધ જાતિના પક્ષીઓ જોવા મળે છે. અભયારણ્યમાં પક્ષીઓ માટે છીછરા પાણીનું તળાવ પણ છે. ઘણા સ્થળાંતરી પક્ષીઓ પણ આ અભયારણ્યની મુલાકાત લે છે. અહીંયા સ્પષ્ટ રીતે જોવા મળતી પક્ષીની જાતિઓમાં ફ્લેમિંગો અને સારસ છે. અહીંયા વિવિધ જાતિના બીજા પક્ષીઓ પણ જોવા મળે છે. હું ત્યાં 2 જ કલાક રહી હતી એટલે બધા પક્ષીઓ જોઈ ના શકી. એની માટે વહેલી સવારે જવું પડે. તે સિવાય ઘણાં વિવિધ પ્રકારના ફૂલો અને કાંટાવાળા છોડ પણ અહીં જોવા મળે છે.
જો તમે પ્રકૃતિ પ્રેમી હશો તો તમને અહીંયા લટાર મારવાનું ખૂબ જ ગમશે. એકદમ પ્રદુષણ રહિત વાતાવરણ, સિટીથી દૂર અને પક્ષીઓનો કલરવ તમને એક તાજગીનો અનુભવ કરાવશે. મૂરખ લોકોએ જ્યાં ત્યાં ફેંકેલો કચરો પણ દેખાશે પણ એક વાત યાદ રાખજો કુદરત બધું જ જોવે છે આ એક એક નાખેલા કચરાનો હિસાબ એમને ચૂકવવો પડશે. તમને કદાચ એમ હોય કે bird sanctuary માં જેને પક્ષીઓનું જ્ઞાન હોય અને મોટા મોટા લેન્સ વાળા કેમેરા હોય એજ વધારે જતા હશે પણ તમે મારી જેમ પક્ષીઓ વિશે આછું પાતળું જ્ઞાન ધરાવતા હશો અને મોબાઈલથી જ ફોટા પાડતા હશો તોપણ મજા આવશે જો તમે આટલુ કરશો,
* શાંતિથી ત્યાં નેચર વૉક કરજો,
* આંખો બંધ કરીને એક બાકડા પર બેસીને પક્ષીઓનો કલરવ સાંભળજો,
* પક્ષીઓના કલર, એમની હરકતો, એકબીજા સાથેનું એમનું વર્તન આ બધું observe કરજો, અનેરો આનંદ આવશે,
* લેક સાઈડ બેસજો, સુખની વાતો યાદ કરજો અને શાંતિથી પાણીનો પ્રવાહ નિહાળજો,
* બઉ વધારે નઈ પણ થોડા ફોટા પાડજો,
* ત્યાં તમને કોઈ પક્ષીઓના જાણકાર મળી જાય તો એની પાસે થોડું સમજવાનો try કરજો,
* બસ કુદરતને મન મુકીને માણજો તો મજા આવી જશે.
કહેવાય છે થોલ તળાવ, ગાયકવાડ શાસન દ્વારા વર્ષ 1912 માં કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન, ભારતને પાણીની તીવ્ર કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. આથી તે સમયના તબક્કે પ્રધાનો અથવા ઓથોરિટીએ સિંચાઈના હેતુ માટે પાણી પૂરું પાડવા માટે આ જળાશય બનાવ્યો હતો. હાલમાં ગુજરાત સરકારના વન અને સિંચાઇ વિભાગ દ્વારા તળાવનું સંચાલન અને નિયંત્રણ કરવામાં આવે છે.
મને આ જગ્યા ખૂબ જ ગમી હતી. ફરીવાર હું વધારે ટાઈમ લઈને જઈશ ત્યારે વધારે detail માં કહીશ. રોનક ભાઈને ફોન કરીને બીજા 2 કલાક મીટિંગ delay કરાવી અને મારું ફરવાનું સેટ થઈ ગયું.
ખાસ નોંધ- થોલ તળાવ અઠવાડિયાના બધા દિવસો સવારે 6:00 થી સાંજ 5:30 સુધી ખુલ્લું હોય છે. વહેલી સવારે પક્ષીઓને જોવા અને સુખદ વાતાવરણ માણવા માટેનો બેસ્ટ સમય છે. ખાણીપીણીનો સામાન સાથે રાખવો અને પેલું ભુલાય નઈ, કચરો કચરાપેટીમાં જ નાખવો.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિx