વડોદરાથી શામળાજી ના મારા રસ્તે ગોધરા ચોકડી પાસે હું જામફળ ખાવા ઉભી રહી, ત્યાં મને મળ્યા મુન્ની બેન- હું ગાડીમાંથી ઉતરીને નીચે ગઈ, મને કહે બેન કઇ બાજુ જાઓ છો? મેં કીધું શામળાજી, પછી એમને કીધું બોડીગાર્ડ સાથે નથી?, મેં કીધું કેમ બોડીગાર્ડ? એ બોલ્યા, એટલે પુરુષ માણસ સાથે નથી એવું કહું છે તમે એકલા આવડી મોટી ગાડી લઈને ફરો છો, તમને બીક નથી લાગતી?
મેં એમને કીધું, તમે એકલા અહીંયા highway પર જામફળ વેચવા ઉભા રહો છો, કેટલા બધા આવતા હોય તો તમને બીક લાગે છે? એમને કીધું ના બેન, એમાં બીક કેવી, માંણાં આપડે હારા હોઈએ, હાચ્ચા હોઈએ અને મનમાં હિંમત રાખીયે તો બીક લાગે જ નઈ. મેં એમને કીધું જેમ તમને બીક નથી લાગતી એમ મને પણ નથી લાગતી, તમે હિંમત રાખો છો એવી હું પણ રાખું છું. મુન્ની બેન ખુશ થઈ ગયા, પછી બીજી ઘણી વાતો કરી એમના ગામની અને મેં એમને કીધું ચાલો તમારો વિડિઓ બનાઉ હું તમને સવાલ પૂછીશ તમે જવાબ આપજો. એમને કીધું ના બેન હું ભણેલી નથી અને મને તમારી જેમ બોલતા નથી આવડતું, તમે આપડા બંનેનો ફોટો પાડી લો. પછી મેં ફોટો પાડ્યો, એમને કીધું અસલ ફોટો આવ્યો બેન.
મેં આવજો કર્યું. એમને કીધું બેન ફરી ભાઈને લઈને આવજો પાછા. મેં કીધું સારું. 1 જામફળની જગ્યાએ થેલી ભરીને આપ્યા, મને કહે ફરવા જાઓ છો ત્યાં ખાજો, સાચવીને જજો. મેં કીધું સારું આવજો તો. એ બોલ્યા, બેન આવી હિંમત માતાજી તમને કાયમ આપે😍
એક રસ્તા પર જામફળ ખાવા ઉભા રહેવાથી પણ આવી યાદગાર ઘટના ઘટે છે તો વધુ ને વધુ ફરવાથી કેટલી યાદો ભેગી થતી હશે!
આ હતો મારો આજનો masterpiece અનુભવ😍
થોડાક દિવસ હું અને મારી હેરિયર પોળોના જંગલ ફરશું અને આવી બીજી જે પણ યાદગાર ઘટના બનશે એ તમને કહેતી રહીશ.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ