મારી ભૂટાન ટ્રીપમાં હું 2 દિવસ Naksel Boutique Hotel and Spa માં રોકાઈ હતી એનો આજે મારો અનુભવ શેર કરીશ. હું 2 વરસ પેહલા ગઇ હતી, આ હોટલ પારોથી નજીક એક જંગલ ની વચ્ચે આવેલી છે. તમને ચારેબાજુ હરિયાળી, પર્વતો અને નાના નાના ઝરણાં જોવા મળશે. મને તો ત્યાં એવું લાગ્યું હતું કે હું કોઈ અલગ દુનિયામાં જતી રહી હોઉં. મારો ત્યાંનો અનુભવ કંઈક આવો રહ્યો,

* ત્યાં મારા બે દિવસ એકદમ મેજીકલ રહ્યા એવું કહી શકાય, મને ત્યાં રાત્રે સુવાની પણ ઈચ્છા નહોતી થતી એવું થયા કરે કે બસ બહાર બેસી રહું અને કુદરતને જોયા જ કરું,

* રૂમમાંથી પણ એટલો સરસ બહારનો વ્યૂ હતો કે આપણી નજર જ ખસે નહિ, આ હોટલ ભૂટાનની ટ્રેડિશનલ આર્કિટેક્ચર સ્ટાઈલમાં બનેલી છે, એક એક ખૂણા અને એક એક વસ્તુમાં તમને ભૂટનીઝ કલચર જોવા મળશે,

* અહીંયા યોગા હોલ અને ધ્યાન કરવા માટે એકદમ મસ્ત જગ્યા હતી જે મને બઉ જ ગમી ગઈ હતી, ત્યાં મેં ઘણો સમય પસાર કર્યો હતો,

* ભૂટાનમાં ટ્રેડિશનલ મસાજ કરાવાની એક અલગ જ મજા છે અને મેં બંને દિવસ અલગ અલગ મસાજનો અનુભવ કર્યો હતો,

* મારા રૂમની બહાર એક નાનું ઝરણું વહેતું હતું, ત્યાં બેસીને મેં કલાકો વાંચન કર્યું,

* જમવામાં પણ મને તો મજા પડી ગઇ હતી, તમને મારી પાસેથી કોઈ ખાસ ફૂડ રીવ્યુ ક્યારેય નહી મળે એની માટે મને માફ કરજો કારણ કે મને ભાણે આવે એ બધું જ ભાવે છે,

* આખા ભૂટાનના જ લોકો બઉ સુંવાળા સ્વભાવના છે, પણ જો હું અહિયાની વાત કરું તો અહિયાની ટિમ અને અહિયાના મેનેજર જમયંગભાઈ મજાનાં માણસ છે, હંમેશા હસતા જ દેખાશે અને પૂછતાં રેહશે કે કંઈ તકલીફ નથી ને,

* અહીંયા શિયાળામાં બરફ વર્ષા થાય છે જે મારે જોવાનું બાકી છે, એ હું બીજી વાર જઈશ ત્યારે અનુભવ કરીશ પણ એનો એક ફોટો મુકું છું તમને જોવા માટે જે મને જમયંગ ભાઈએ આપ્યો હતો,

નકસેલ માં રહેવાનો મારો અનુભવ એકદમ સરસ હતો, હું મારી દરેક લોન્ગ ટ્રીપમાં અમુક દિવસ એવા રાખું જેમાં હું ક્યાંય ફરવા ના જઉં અને હોટલમાં જ રિલેક્સ કરું, વાંચું અને કંઈ જ ના કરવાની મજા માણું. ભૂટાન ટ્રીપમાં મારા આવા બે દિવસ મેં આ હોટલમાં સ્પેન્ડ કર્યા હતા. અહીંયા રહેવાનો એક રાતનો ખર્ચ 15000 થી સ્ટાર્ટ થાય છે.

હજી બીજી 4 હોટલની ડિટેઇલ્સ હું તમને એક બે દિવસમાં આપીશ.

ખાસ નોંધ- તમે ભૂટાન જાઓ તો અહિયાં રહેવાનો અનુભવ ચોક્કસ કરજો, તમને બઉજ ગમશે અને તમારે મને થેન્ક્સ કેહવા મેસેજ કરવો પડશે. અને પેલું ભુલાય નહીં કે કચરાફેંકૂ લોકોને ભૂટાનમાં ઘુસવા દેવામાં નથી આવતા એટલે ધક્કો ના પડે એ જોજો!

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..