મારી ઋષિકેશની સવારમાં હું રોજ અલગ અલગ જગ્યાએ ચાલવા જઉં, આજે સવારથી ક્યાંય ગઈ જ નથી, ચા પીવું છું અને ઓફિસનું કામ કરૂં છું. 13 જાન્યુઆરીએ હું એક બીજો બિઝનેસ લોન્ચ કરવાની છું તો એનું બધું કામ આજે મેં નક્કી કર્યું હતું કે એ પતાવીને જ બહાર જઈશ.
* હમણાં જ ગંગા મૈયા પાસે આવીને બેઠી અને આપણાં બધા વતી દર્શન કર્યા અને પ્રાર્થના કરી. મને ઘણા બધાના મેસેજ આવ્યા છે કે અમારા વતી દર્શન કરજો તો મેં એ બધા વતી અને મારા આખા ઓનલાઈન ફેમિલી માટે ગંગાજીને અને ભોળેનાથ ને પ્રાર્થના કરી છે કે આપણે બધા એકદમ ખુશખુશાલ જીંદગી જીવીયે, આપણાં સપના પુરા કરવાની આપણને તાકાત મળે, કોઈપણ કષ્ટ આવે તો હિંમતથી એનો સામનો કરીયે, એકબીજાને ખૂબ પ્રેમ અને વહાલ કરીયે, પોતાના પ્રેમમાં વધારે પડીએ અને જેટલું પોસીબલ હોય એટલું ફરીએ અને ફરાવીએ,
* હું ગંગા મૈયાને રોજ કહું છું કે મને ગુજરાતીમાં લખવા માટે શબ્દો આપતી રહેજે અને ખાસ કરીને મારે આગળ મારા સોરઠ, ગાંડી ગીર અને કચ્છને અનુભવવાનું છે અને લખવાનું છે એની માટે મારા શબ્દો ઓછા પડશે તો તું જોઈ લેજે,
* ઋષિકેશ એ એવી જગ્યા છે જ્યાંથી મારી લાઈફ ચેન્જ થઈ છે, જ્યાંથી મને એકલા ફરવાની વ્યાખ્યા મળી છે એટલે હું છેલ્લા 6 વરસથી અહીંયા દર વરસે આવું છું અને થોડાક દિવસ ગંગા મૈયાના ખોળામાં વિતાવું છું. મારો એ અનુભવ બીજી એક પોસ્ટમાં તમને આજે કહીશ,
મારા ઋષિકેશના વેકેશનનો આજે છેલ્લો દિવસ છે એટલે આજે હું આખો દિવસ ઘાટ પર જ બેસી રહીશ. એકલા ફરવાનું વેકેશન કાલે પુરુ થશે, કાલથી એક નવી જગ્યાએ ફરવા જઈશ પણ એ એકલા નથી જવાની, એ વેકેશન મારા છેલાજી સાથે છે.
ખાસ નોંધ: આજકાલ અહીંયા કચરાફેકું લોકો બઉ ઓછા આવે છે તો ગંગા મૈયાનો અસલી કલર દેખાય છે, મહેરબાની કરીને અહીંયા આવો તો કચરો ગમે તેમ ફેંકશો નહીં, આ વરસથી બહાર નથી નીકળી શકાતું એટલે સમજી લેજો કે કુદરતને લાગશે કે તમે એના પર કચરાનો ભાર વધારી દીધો છે તો આવી જ રીતે બધાને ઘરે બેસાડી દેશે અને કચરાફેકું ના લીધે બધાને ઘરે બેસવું પડશે તો એ બધાની હાય લાગશે.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ