મારી માહિસાગરની ટ્રીપમાં હું, કાજલ, દિલીપ, જયદીપ, ધ્રુવ અને દિકુ અમે બધા 2 દિવસ બાકોર “વોન્ડેરામા ફાર્મ સ્ટે “માં રોકાયા હતા. ત્યાં અમે નિસર્ગને મળ્યા જે ત્યાંના ઓવનર છે, નાની ઉંમરમાં આટલો સરસ બિઝનેસ હેન્ડલ કરે છે. નિસર્ગે અમને નાના કાકાને મળાવ્યા હતા તે ખેડૂત છે, ત્યાં ફાર્મમાં જ એમનું ઘર છે અને તે ત્યાંના ટુર ગાઇડ પણ છે. એમની સાથે ફરવાનો અમારો અનુભવ કંઈક આવો રહ્યો,
* બાકોર માં નાના નાના સરસ ટ્રેકિંગ પોઇન્ટસ છે, અમે એ બધા નાના કાકા સાથે વાતો કરતા કરતા કર્યા, તેમની સાથે અહિયાંના લોકોના જીવન, ખેતીવાડી, ટુરિઝમ ડેવલપમેન્ટ અને એમની લાઈફ વિશે ઘણી વાતો કરી, એમની 3 દીકરીઓ છે, 2 પરણાવી દીધી છે અને રાધા 10માં ધોરણમાં ભણે છે એને તો અમે મળ્યાં,
* નાના કાકાએ અમને વૉટરફોલ ટ્રેક, મંદિર ટ્રેક, દોડાવંતા લેક ટ્રેક, જંગલ ટ્રેક અને નાઈટ ટ્રેકિંગ કરાવ્યાં, અને આ બધા ટ્રેકિંગમાં અમને મજા પડી ગઈ, કલેશ્વરી મંદિર હમણાં બંધ હતું એટલે ત્યાં ના જઈ શક્યાં,
* નાના કાકાએ અમને કીધું તમે મારા ઘરે આવો એટલે અમે બધું ફરીને સાંજે એમના ઘરે ગયા ત્યાં કાકી અને એમની દીકરી રાધાને મળ્યા. કાકાએ કીધું તાજા દૂધની ચા બનાવો પછી રાધા એ મસ્ત ચા બનાવી અને અમે ચા પીધી. બીજે દિવસે સવારે અમારે નીકળવાનું હતું એટલે કાકાએ કીધું તમારે સવારે પણ અહીંયા ચા પીને જ જવાનું છે અને મેં હા પણ પાડી દીધી,
* સવારે 7 વાગ્યા તો કાકા અમને રૂમ પર લેવા આવ્યાં હતાં પછી અમે બધા એમના ઘરે ગયા, રાધાએ ચા પીવડાવી, કાકી સાથે વાતો કરી અને આવજો કરીને ફરી આવાના વાદા સાથે નીકળ્યાં,
* કાકી અમને છેક પાર્કિંગ સુધી મુકવા આવ્યા, અને જ્યારે મેં એમને ગળે મળીને છેલ્લું આવજો કર્યું તો એ એકદમ રડવા લાગ્યા, હું અને કાજલ વિચારમાં પડી ગયા કે અચાનક શું થયું તો એમને કીધું બેન તમારા જેવા માંણાં અમારા ઘરે ક્યાં આવે! હું તો કઈ બોલી જ ના શકી અને હું અને કાજલ ફરી આવીશું માસી એવું કહીને ગાડીમાં બેઠા, એતો અમે નીકળ્યાં ત્યાં સુધી રડ્તા જ હતા!
તો આવો હતો અમારો નાના કાકા અને એમની ફેમિલીને મળવાનો અનુભવ. મને રસ્તામાં એજ વિચારો મગજમાં ચાલ્યાં કર્યા કે આટલી સરળતા અને પ્રેમ કેવી રીતે આવતો હશે? અને ભગવાનને હું રોજે કહું છું કે આ નિઃસ્વાર્થ પ્રેમની તું મને અવારનવાર અનુભૂતિ કરાવે છે એના માટે તારો ખૂબ ખૂબ આભાર.
તમે બાકોર જાઓ ત્યારે તમે નાના કાકાને મળજો, “વોન્ડેરામા ફાર્મ સ્ટે” ( અહીંયા રોકવાની ડિટેઇલ્સ બીજી પોસ્ટ માં લખીશ) માં રોકાજો અને અમારા જેમ આટલી બધી મજા કરજો.
ખાસ નોંધ: તમે મોટા મોટા શહેરોમાં ફરવાના સપના ખૂબ જોયા હશે, મારા અનુભવ પ્રમાણે એકવાર આવા નાના ગામડાંમાં ફરવાનું સપનું જોજો અને એકવાર જઈ આવજો, તમને સાચ્ચેમાં બઉ મજા આવશે અને એક સંતોષની લાગણી અને નિઃસ્વાર્થ પ્રેમનો અનુભવ થશે.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ