એક દિવસ પહેલા મેં આશ્રમ વિશે પોસ્ટ મૂકી હતી મને આ પોસ્ટ મુકતા પહેલા થયું હતું કે ખબર નહીં બધાને આ ગમશે કે નહીં. તો બન્યું એવું કે આ જ પોસ્ટમાં મને સૌથી વધારે સારો રિસ્પોન્સ મળ્યો અને એટલા બધાએ મને મેસેજ કર્યો કે અમને આશ્રમમાં જવા માટેની ડેટેઈલ્સ જોઈએ છે. મને જાણીને બહુ જ ખુશી થઈ કે બધાને આવા વેકેશનમાં ઇન્ટરેસ્ટ પડ્યો. એટલે હવે હું વિચારું છું કે હું જ્યારે બીજી વખત આશ્રમમાં જઉં અને મને કોઈ ગુજરાતી મળશે તો ખુશી થશે.

હું તમને આશ્રમમાં જવા માટેની ડેટેઇલ્સ આપું છું એ નીચે પ્રમાણે છે,

* આશ્રમ ઋષિકેશ થી થોડોક બહાર આવેલો છે, નજીકનું એરપોર્ટ છે દેહરાદૂન અને જો તમે ટ્રેઈન માં જવાનાં હોવ તો દેહરાદૂન અથવા હરિદ્વાર જઈ શકો છો.

* આશ્રમ માટે બુકિંગ કરાવવા તમારે તેમની વેબસાઈટ ઉપર આપેલું ટાઇમટેબલ ચેક કરવું પડશે, એમનો ઇમેલ આઇડી આપેલું છે ત્યાં તમારે ઈ મેલ કરવાનો રહેશે કે મને આથી આ તારીખમાં આવું છે, પછી તમને ઈમેલ નો રીપ્લાય આવશે કે અવેલેબલ છે કે નહીં, હોય તો હા પાડશે અને નહીંતો બીજી ડેટ સિલેક્ટ કરવાનું કેહશે, એ તમને સાથે પેમેન્ટ લિંક મોકલશે એમાં તમારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે, ત્યાં કેશ પણ આપી શકાય છે,

* પેમેન્ટ કર્યા પછી તમારો આઈડી પ્રૂફ સબમિટ કરવાનો રહેશે એટલે એ confirmation આવી જાય પછી તમે ત્યાં આશ્રમમાં જઈ શકો છો.

* જો તમે ટ્રેનમાં જવાના હોવ તો તમારે ત્યાંથી ઋષિકેશ પેહલા બસમાં જવું પડશે અને ત્યાંથી ટેક્ષી અથવા ઓટોમાં આશ્રમ જવું પડશે અને તમે એરપોર્ટ થી આવશો તો તમારે ટેક્સીમાં આશ્રમ સુધી જવું પડશે. આશ્રમમાં તમે પહેલેથી ટેક્ષી બુક કરાવી શકો છો પીક અપ ડ્રોપ માટે.

* અહીં આશ્રમમાં રહેવા માટેનો સાત દિવસનો ચાર્જ 14500 ની આસપાસ હોય છે, 2019 માં આટલો ચાર્જ હતો અત્યારે મને નથી ખબર પણ એની આજુબાજુ હશે. આ એકલા માટેનો ચાર્જ છે પણ જો તમે એક રૂમમાં 2 જણ રહેશો તો એક જણ ના 10000 આજુ બાજુ થશે. આ ચાર્જમાં ત્યાં રહેવાનું, જમવાનું, બધા કલાસ આ બધું આવી જશે. એમના સાત દિવસના જ પેકેજ હોય છે.

* બીજી હું એક વાત કહેવા માંગીશ કે આશ્રમમાં પોતાનું કામ જાતે કરવાનું હોય છે, રૂમ જાતે ક્લીન કરવાનો, કપડાં જાતે ધોવાના, પોતાના વાસણ જાતે સાફ કરવાના અને આશ્રમની સાફ સફાઈ. એટલે જો તમને કદાચ આવું બધું કામ કરવાની ટેવ ના હોય તો તમે આશ્રમમાં રહેવાનું કદાચ અઘરું લાગી શકે છે. જમવાનું એકદમ સાદું હોય છે, આપણું દાળ ભાત શાક રોટલી ને સલાડ. જો કદાચ તમે બહુ ફેન્સી જમવાના શોખીન હોવ તો તમને ત્યાં નહીં મળે અને ત્યાં આજુબાજુ પણ કશું જ મળતું નથી, આશ્રમ જંગલમાં છે.

* ત્યાં સવારે નેચર વોક કરવાનું હોય છે એટલે તમે સાથે સારા શૂઝ લઈ જજો, તડકો હોય એની માટે કેપ લઈ જઈ શકો છો અને જો તમે શિયાળામાં પ્લાન કરો તો ઋષિકેશમાં ખૂબ ઠંડી હોય છે એટલે એ રીતે તમે શિયાળા ના કપડા સાથે લઈને જજો.

ખાસ નોંધ: તમને મારા ફોટો જોઇને એવું લાગ્યું હોય કે ત્યાં તો બધા ફ્રેન્ડ્સ બનશે અને બહુ મજા કરીશું તો એવું નથી, બધા જ પોતાની સાધનામાં બીઝી હોય છે. હું ત્રણ વખત જઈને આવી ત્યારના ભેગા કરેલા આટલા ફોટો હતા. ક્લાસમાં કે કોઈપણ જગ્યાએ કોઈ બઉ ફોન વાપરે નઈ અને બધી જગ્યાએ લગભગ મૌન રાખવાનું હોય છે એટલે તમે મસ્તી કરવાના મૂડમાં જ આશ્રમમાં જવાના હોય તો આશ્રમ એની માટે નથી એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારે પોતાની માટે જીવવું હોય, સાધના કરવી હોય અને શાંતિ જોઈતી હોય તો આશ્રમમાં જજો. કપડાં પણ સાદા લઇ જજો, થેલા ભરી ભરીને ના જતા. અને કચરાફેંકૂ લોકો આશ્રમમાં allowed નથી.

અગત્યની નોંધ- અત્યારે કોરોનાં ના લીધે આશ્રમ હજી બંધ છે, ક્યારે ચાલુ થશે એ મને નથી ખબર. તમે આપેલા ઇમેઇલ પર પૂછી શકો છો. હું એટલું કહીશ કે આ દિવસોમાં ટ્રાવેલ કરો તો પોતાનું ખૂબ ધ્યાન રાખજો. તમને આ રીતે મેં સમજાવ્યું એ ગમ્યું હોય તો મને કહેજો તો હું બધા આશ્રમનું આવી રીતે લખીને મુકીશ.
આશ્રમની માહિતી નીચે મુજબ છે,

Phool Chatti Ashram,
Email id- phoolchattiashram@gmail.com
Website- www.phoolchattiyoga.com

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..