ગુજરાતનું કાશ્મીર અને સાબરકાંઠાનું નાક એટલે પોળોનાં જંગલ, વડોદરાથી 250kms અને અમદાવાદથી 158kms છે.

 

જ્યારથી મેં ગુજરાતીમાં મારા ટ્રાવેલ અનુભવો શેર કરવાનું શરૂ કર્યું છે ત્યારથી મને એવું જ થયા કરે કે ક્યારે હું ગુજરાતની દરેકે દરેક જગ્યાએ ફરી આવું અને મારા અનુભવો બધા સાથે શેર કરું.

 

મેં નક્કી કર્યું છે કે હું આખું ગુજરાત એકલા રોડ ટ્રીપ કરીને ફરીશ, હું અને મારી હેરિયર વડોદરાથી પોળોનાં જંગલ જવા નીકળ્યા, રસ્તામાં શામળા ગિરધારીને પ્રણામ કર્યા અને પાનબાઈનાં ભજન સાંભળતા-સાંભળતા હું પોળોનાં જંગલ પહોંચી. ત્યાં હું 3 દિવસ રોકાઈ હતી ( જ્યાં રોકાઈ હતી એની details બીજી પોસ્ટ માં છે). ત્યાં દલસુખ ભાઈ મારા ટુર ગાઇડ હતા.

આ 3 દિવસમાં મેં,

 

* જંગલ ની મહેક અનુભવી,

 

* સાબરકાંઠાના માણસોનું જીવન, રહેણીકરણી અને વ્યવસાયો સમજ્યા,

 

* એકદમ મસ્ત વહેલી સવારે જંગલમાં ટ્રેકિંગ કર્યું, આ ટ્રેકિંગમાં ઘણી બધી વનસ્પતિઓ નું મહત્વ સમજ્યું, પ્રાણીઓના અમુક લક્ષણો સમજ્યા અને દલસુખ ભાઈને પેટ ભરીને સવાલો કર્યા,

 

* લાખાણાં પ્રાચીન જૈન દેરાસરો, શરણેશ્વર શિવ મંદિર, સૂર્ય મંદિર, વણજ ડેમ, હરણાવ નદી, ડેમ સાઈટ, ગુપ્ત ગંગાજી અને બીજી ઘણી જગ્યાઓ જોયી,

 

* શરણેશ્વર મંદિરમાંથી સાંજે ઢળતા સૂરજદાદા ને ચાની ચૂસકી લેતાં લેતાં જોયા, ત્યાં sharneshwar hotel છે એના માલિક હિરેન ભાઈ સાથે વાત કરી પોળોના જંગલમાં પહેલાં અને હમણાં માં શુ ફરક છે ( એમની સાથેની વાતચીત નો વિડિઓ મેં અલગથી પોસ્ટ કર્યો છે),

 

*  શરણેશ્વર મંદિર માં ધ્યાન કર્યું, એવું લાગ્યું કે સાક્ષાત કૈલાસ પર્વત પર ધ્યાન કર્યું. આ અનુભવ તમે ખાસ કરજો. આ મંદિરમાં હું 3 દિવસમાં 4 વખત ગઈ હતી.

 

* વિરેશ્વરનાં મંદિરમાં ગુપ્ત વહેતા ગંગાજીના દર્શન કર્યા.

 

* ત્યાં ડેમ સાઈટ પાસે બધા કાર ગમે તેમ પાર્ક કરી દે છે, હું સવારે વહેલા ગઈ હતી પછી તો થોડી વારમાં 30 થી 35 ગાડીઓ બધાએ આડેધડ મૂકી દીધી હતી. જોઈને impossible લાગતી આ situation માં એવું reverse લીધું કે પોતાની જાત ને કીધું, શાબાશ પંક્તિ!! તમે જાઓ ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું એ તમે સમજી ગયા હશો.

 

* પાછા વડોદરા આવતી વખતે ખેડબ્રહ્મા, માં અંબાજી અને બ્રહ્માજીના ( બ્રહ્માજીના મંદિર આખા ભારતમાં 2 જ જગ્યાએ છે, એક છે પુષ્કર રાજસ્થાનમાં અને બીજું આપણાં ગુજરાતમાં) મંદિરના દર્શન કર્યા, અંબાજીમાં માં આદ્યશક્તિનાં દર્શન કર્યા.

 

મને પોળોનાં જંગલ સુપરથી ઉપર લાગ્યા, એક અદ્ભૂત

શાંતિનો અનુભવ થયો, ઘણી નવી વનસ્પતિઓ ની જાણકારી મળી, ત્યાંના વાતાવરણમાં એક અદભુત vibes ફિલ કર્યા અને એકલી ગઈ હતી પણ ખરેખર એકલા લાગ્યું જ નઈ.

 

મને ખુશીની સાથે સાથે ખૂબ જ દુઃખ થયું કે અહીંયા ફરવા આવતા લોકો પ્લાસ્ટિક અને કચરો બઉ ફેંકે છે અને પ્લીઝ યાર pre wedding shoot જંગલ માં કોણ કરે, જંગલ ને બચાવી રાખો, pre wedding shoot માટે બીજા લોકેશન શોધો. હું અહીંયા 100 વખત હાથ જોડીને એક વિનંતી કરું છું કે જ્યાં ફરવા જાઓ ત્યાં તમારો કચરો તમારા હાથમાં રાખો જ્યાં સુધી ડસ્ટબીન ના આવે ત્યાં સુધી, મહેરબાની કરીને મારા કુદરતને ચોખ્ખાઇમાં જીવવા દો. બીજું દુઃખ એ છે કે પેહલા અહીંયા animals દેખાતા હતા અને હવેતો ખાલી પક્ષીઓ પણ નસીબ હોય તો દેખાય ખાલી અવાઝ સંભળાય.

 

ખાસ નોંધ- આ બધો અનુભવ તો જ થશે જો તમારું ધ્યાન ફરવામાં વધારે હશે અને ફોટોગ્રાફીમાં ઓછું, 5 ફોટો પાડીને ફોન પોકેટ માં મૂકી દેવાનો નિયમ લઇ લેજો તો મજા આવશે.

બીજી વાત તમને ખબર જ હશે કે જંગલનાં રસ્તા પ્રમાણે

શૂઝ પહેરવા પડે, ફેશન વાડા ચપ્પલ બીજે ક્યાંક પેહરજો.

 

તમારે મારી આ જગ્યાનાં ફોટા જોવા હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકશો.

 

ફોટા-  Click Here

વિડિઓ સ્ટોરીઝ –  Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..