હું આજે વડોદરાથી નજીક આવેલાં વઢવાણા પક્ષી અભયારણ્યમાં ગઈ હતી, પાંચ કલાક ત્યાં ફર્યા પછી મને થોડી ભૂખ લાગી હતી એટલે મેં ત્યાં જોયું કે એક કાકા ચણાદાળ અને ચણાજોર ગરમ લઈને નાનકડા મંદિરની બાજુમાં, ઝાડ નીચે એક બાકડા પર બેઠા હતા. હું તેમની નજીક ગઈ, કાકાને પૂછ્યું તમારું નામ શું છે? એમને કીધું રમણભાઈ, મેં કીધું આ તમારી બાજુમાં બેશું? એમને કીધું બેસને બેટા. મેં પૂછ્યું રોજે અહીંયા બેસો છો? કાકાએ કીધું શનિ- રવિ વઢવાણા લેક અને સોમથી શુક્ર કુંઢેલાં હનુમાનજી ના મંદિર માં બેસું છું. પછી મેં કીધું તમે ચણાદાળ અને ચણાજોરમાંથી મસ્ત શુ બનાવો છો? એમને કીધું બંને સારા બનાવું છું, મેં કીધું તો મારી માટે તીખાં ચણાજોર બનાવો. એમને સરસ બનાવી દીધા અને ખાતા ખાતા મેં વાતો સ્ટાર્ટ કરી,
મેં પૂછ્યું કાકા તમે ક્યાં ક્યાં ફર્યા છો? એમને કીધું બેટા મારી હરિદ્વાર ફરવાની ઈચ્છા હતી એટલે અમે આખું કુટુંબ પચાસ હજાર ખર્ચો કરીને સાત દિવસ ફરી આવ્યા અને મારી ઇચ્છા ભગવાને પુરી કરી, હવે ઉપર જવાનું થાય તોપણ હું ખુશ છું કે મેં મારી જિંદગી જીવી લીધી. પછી મેં એમને હરિદ્વારની વાતો કરી અને અમે ઘણી બધી ચર્ચા કરી, સિટીની મોંઘવારી ની વાતો, મેં બીજા અમુક દેશની વાતો કરી એમને અને પછી ત્યાં બીજા જામફળવાળા ભાવેશભાઈ હતા એ પણ વાતોમાં જોડાયાં. રમણકાકાએ કીધું બેટા અડસઠ થયાં હવે જેટલું કામ થાય એટલું કરે રાખું છું, મેં કીધું કાકા બસ આમ એકટિવ રહેશો તો તમને કઈ નઇ થાય. મારા ચણાજોર ગરમ પતી ગયા, કાકાએ પાણીની બોટલ આપી, બેટા ઘરનું પાણી છે પી લે, મેં એમની બોટલ લઈને પાણી પીધું. એમની સાથે ફોટો પાડ્યો અને મેં કીધું કુંઢેલા હનુમાન દાદાના દર્શન કરવા આવીશ ત્યારે ફરી મળીશું.
આ હતો મારો આજનો masterpiece અનુભવ, ફરવું એ ખાલી જગ્યા જોવા પૂરતું સીમિત નથી પણ આવી હલકી ફુલકી વાતો પણ ક્યારેક તમારા ફરવાને યાદગાર બનાવતી હોય છે, તમને આવા અનુભવો થયાં છે?
ખાસ નોંધ: તમે વઢવાણા કે કુંઢેલા જાઓ અને રમણકાકાને મળો તો મારા જય માતાજી કહેજો અને એમની હરિદ્વારની ટ્રાવેલ સ્ટોરી સાંભળજો.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ