આપણે બધા વેકેશનની રાહ જોતા હોઈએ અને પછી વેકેશન જલ્દી જલ્દી પુરુ થઈ જતું હોય છે, તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી માટે વેકેશન એટલે શું? તમે વેકેશનમાં શું કરવા માંગો છો? તમારા મનમાં વેકેશનની વ્યાખ્યા કઈ છે?
જો ના વિચાર્યું હોય તો આજે વિચારજો..
હું અત્યારે મારી પસંદગીના વેકેશન માટે ઋષિકેશ પરમાર્થ નિકેતન આશ્રમમાં આવી છું, મારુ વેકેશન કંઈક આવું હોય છે,
* મને એકલા ફરવું બઉજ ગમે છે એટલે મારું ગમતું વેકેશન એકલા હોય છે અને એમાં પણ આશ્રમમાં હોય તો ડબલ મજા,
* મારી સવાર હેમંતકાકા ના પ્રભાતિયાં સાંભળતા સાંભળતા મમ્મીએ આપેલી મેથી ખાતાં ખાતાં થાય છે,
* પછી ગંગાજી તટ પર બેસીને ધ્યાન કરવાનું, થોડું ચાલવાનું, બધા મંદિરમાં ભગવાનને પ્રણામ કરવાનું, પૂજારી કાકા સાથે ગપ્પાં મારવાના, હનુમાન દાદા સાથે વાતો કરવાની, કૂતરાને વહાલ કરવાનું અને પછી મસ્ત ચા ની ચૂસકી લેતા લેતા ગંગાજીના ખળખળ પાણીને વહેતા જોવાનું,
* વેકેશનમાં તૈયાર થવાના વિચાર જ ના આવે, કપડા પહેરવાના વધારે ઓપશન જ ન હોય, વાળ શિવજીની જટાની જેમ બાંધીને ફરવા નીકળી પડવાનું,
* વેકેશનમાં કુદરતને જોતા જોતા થોડા કલાક ઓફિસ નું કામ કરવાનું અને આ શાંતિથી બેસીને બિઝનેસના આગળના પ્લાન બનવવાના,
* બપોરે મ્યુઝિક સાંભળતા સાંભળતા પુસ્તક વાંચવાનું,
* સાંજે ગંગાજી આરતીમાં ધ્યાન કરવાનું અને કુદરતમાં લિન થઈ ગયાનો અનુભવ કરવાનો, બધા મંદિરોની આરતી લેતા લેતા પછી રૂમ માં જવાનું,
* વેકેશનમાં શું જમવાનું એ વિચારવું ના પડે અને આશ્રમમાં જે પ્લેટમાં આવે એ જ મસ્ત લાગે,
* પછી રાત્રે ફેમિલી ને અપડેટ આપવાની, ઓનલાઈન ફેમિલી માટે સ્ટોરીઝ મુકવાની અને પછી થોડીવાર કંઈ જ નઈ કરવાનું,
* આખા દિવસની યાદો વિચારતા વિચારતા જીજાબાઈ નું હાલરડું સાંભળીને મસ્ત સુઈ જવાનું,
* વેકેશનમાં કંઈ જ ના કરવાનો આનંદ અનુભવવાનો, કલાકો બેસી રહેવાનું અને કલાકો સુઈ જવાનું,
મારી માટે વેકેશન આવું હોય, જેમાં પોતાની સાથે વધારે સમય સ્પેન્ડ કરવાનો હોય, ધ્યાન કરવાનું, નાના બાળકની જેમ સુવાનું હોય, જ્યાં સાંજે જમવાનું શું બનાવાનું એ વિચારવાનું ના હોય, જ્યાં તૈયાર થવાનું જ ના હોય, જ્યાં ઇચ્છા થાય ત્યાં બેસી જવાનું, જેની સાથે વાત કરવી હોય એની સાથે કરવાની, પોતાના ફોટા પાડવાની ઝંઝટ ના હોય અને પોતાનામાં તલ્લીન થઈ જવાનું એનું નામ વેકેશન. હું અત્યારે આવા જ વેકેશન માટે આવી છું અને તમને મારા અનુભવો કેહતી રહીશ.
તમારું વેકેશન કેવું હોય છે??
ખાસ નોંધ- એકવાર આવું વેકેશન ટ્રાય કરજો, બઉ જ મજા આવશે જેમાં તમે પોતાના પ્રેમમાં પડશો.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ