શનિ-રવિ આવે અને મને એવું થાય કે ચલો ક્યાંક જઇ આવું. વડોદરાથી નજીક જગ્યાઓ શોધતી હતી, મારા એક ફ્રેન્ડને પણ પૂછ્યું. એને મને કીધું વિશાલ ખાડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ જઇ આવ તને મજા આવશે. હું, મારી બેન ધરણી અને અમારા અન્નપૂર્ણા વિજયાબેન ( એમને શનિવારે રજા હોય એટલે એ ફરવા આવે મારી સાથે) અમે ત્રણેય કાર લઈને નીકળ્યા. વડોદરાથી 100kms છે, રસ્તા સરસ છે, નેત્રંગ હાઈવે વાડો રસ્તો ડુંગરાળ માર્ગમાંથી નીકળે છે, રસ્તામાં ઠેર ઠેર લાઈવ વેફર્સ ની દુકાનો આવશે, સીઝનલ શાકભાજી રસ્તા પર વેચતા અહીંયાનાં સ્થાનિક લોકો પણ જોવા મળશે. અમે ગયા ત્યારે કંટોલા લઈને બેઠેલા ઘણા બધા જોયા હતા અને અમે ખરીદ્યા પણ હતા.
વિશાલ ખાડી માટેનો જે વળાંક આવે છે એ એટલો તીક્ષ્ણ છે કે દેખાયો જ નઇ અમે થોડાંક આગળ જઈને યુ ટર્ન લઈને પાછા આવ્યા, ત્યાં જોયું તો રસ્તો તૂટેલો હતો પેહલા મને લાગ્યું અહીંયાથી નઇ જઇ શકાય, એટલે કાર સાઈડમાં પાર્ક
કરી અને જોવા ગઈ, થોડુંક આગળ ચાલીને જોઈ આવી. કોઈ દેખાતું નહોતું પછી એક ભાઈ દેખાયા, એમને કીધું બેન જવા દો ગાડી અંદર જતી રહેશે. પછી આગળનો રસ્તો થોડો ખાડા ખડીયા વાળો હતો પણ અમે finally ત્યાં પહોંચી ગયા.
વિશાલ ખાડી કેમ્પસાઇટ જે રાજપીપળા-નેત્રંગ માર્ગ પર આવે છે, તે રાજપીપળાથી 20 કિમી દૂર છે. આ સ્થળ અનેક જંગલ વિસ્તારો જેમ કે કરજણ વન વિસ્તાર, ડેડીયાપાડા વન વિસ્તાર, ડાંગ વન વિસ્તાર અને ફળદ્રુપ ખેતીની જમીનો અને નદી ખીણોથી ઘેરાયેલું છે. અહીંયાંથી થોડુંક નીચે ઉતરીને કરજણ ડેમનું બેક વૉટર્સ છે ત્યાં બોટિંગ પણ થાય છે અને આ નદીના પાછળના પાણી કેમ્પસાઇટ સુધી લંબાય છે. અહીંયા ગુજરાત ટુરિઝમનાં કોટેજ પણ બની રહ્યા હતાં જે ટૂંક સમયમાં ચાલુ થશે.
અમે અહીંયા,
* કુદરતને વાગોળ્યું,
* કરજણ ડેમના પાણીમાં બોટિંગ કર્યું ( ત્યાં નાના બાળકો
હોય છે, એ જોવે એટલે બુમો પાડશે બોટિંગ માટે અને પછી તમે હા પાડશો તો એકદમ નજીવી કિંમતમાં બોટિંગ કરાવે છે, અમે વધારે પૈસા આપીને 1 કલાક બોટિંગ કર્યું હતું),
* હમણાં કોરોના ને લીધે કેન્ટીન બંધ છે એટલે અમે ઘરેથી પુરી ભાજી અને પાપડીનો લોટ લઈને ગયા હતા. ત્યાં ફર્યા, બોટિંગ કર્યું અને એક સરસ જગ્યા હતી ત્યાં બેસીને જમ્યા,
* કાગડા બધે કાળા હોય છે પણ આજકાલ બધે જોવા જ નથી મળતા, અમે ત્યાં કાગડા પણ જોયાં,
* ત્યાંથી વળતા વડોદરા આવતા અમે પોઈચા નીલકંઠ ધામ અને રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીનાં દર્શન કર્યા.
જો તમે વડોદરાથી આસપાસ વન ડે પીકનીક માં જવા માંગતા હોવ, રોડ ટ્રીપ કરવું ગમતું હોય અને કુદરત પ્રત્યે વહાલ હશે તો તમને આ જગ્યા ખૂબ ગમશે.
ખાસ નોંધ: તમે જ્યારે આવી કુદરતી જગ્યાઓ એ જાઓ ત્યારે મહેરબાની કરીને ત્યાં કચરો નાખશો નહીં, કુદરતને પણ ચોખ્ખામાં શ્વાસ લેવા દો. તમે નીચે ઉતરીને બોટિંગ કરવા
જવાનાં હોવ તો શૂઝ પહેરવાના, fancy ચપ્પલ નઈ ચાલે. જેવી activities અહીંયા બાળકો નજીવી કિંમતમાં કરે છે તો એમની સાથે પૈસા ની રકઝક ના કરશો. મેં details આપી એના સિવાય કોઈ સવાલ હોય તો મને પૂછી શકો છો.
તમારે મારી આ જગ્યાનાં ફોટા જોવા હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકશો.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ