હું મારા એક બીજા બિઝનેસ લોન્ચ કરવામાં થોડાં દિવસથી બિઝી હતી તો મારી હેરીયરને ક્યાંય આટો મારવા જ નથી લઇ જઈ શકી, આજે સવારે મેં વિચાર્યું કે આજે ક્યાંક જઈ આવું. હું અને મારી હેરિયર આજે વડોદરાથી 50kms દૂર આવેલું વઢવાણા લેક જઈ આવ્યા. ત્યાં મેં આજે 5 કલાક સ્પેન્ડ કર્યા અને મને તો મજા આવી ગઈ. મારો અનુભવ કંઈક આવો રહ્યો,

* વઢવાણા લેક પક્ષી અભયારણ્ય વડોદરાથી નજીક ડભોઇ પાસે આવેલું છે, આ અભયારણ્ય અલગ અલગ દેશમાંથી આવતા પક્ષીઓ માટે ફેમશ છે, શિયાળામાં અહીંયા ઘણાં દેશના પક્ષીઓ આવે છે,

* મને પક્ષીઓની બઉ ઓળખ કરતા નથી આવડતું પણ ધીમે ધીમે શીખી રહી છું, તમને પણ મારી જેમ પક્ષીઓનું ઝાઝું જ્ઞાન ના પણ હોય તો પણ જઇ શકો છો, અહીંયા એક સુંદર તળાવ છે જ્યાં તમને શાંતિથી ટાઈમ સ્પેન્ડ કરવાનું ગમશે,

* અહીંયા ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ પણ છે, રેહવા માટે ટેન્ટ પણ છે, હમણાં ત્યાં કંઈક કામ ચાલુ રહ્યું હતું એટલે થોડા દિવસ પછી ચાલુ થશે એવું ત્યાં એક ભાઇ કેહતા હતા, કોરોના ના લીધે કેન્ટીન પણ આજકાલ બંધ છે,

* અહીંયા મેં પક્ષીઓને નિહાળ્યા, એમને ઉડતા જોયાં, તરતાં જોયાં, ચણતા જોયાં અને એકબીજા સાથે હળીમળીને રમતા જોયાં,

* લેક અને પક્ષીઓને જોતા જોતા નેચર વોક કર્યું,

* એક બાકડા પર બેસીને મારુ ચંપક વાંચ્યું અને એમાં સુંદર રંગ પૂરોનું એક પેજ આવે છે, એમા મેં કલર પુર્યા,

* થોડા ફોટો પાડ્યા એટલે તમારી બધા સાથે શેર કરી શકું, તમે જાઓ ત્યારે બઉ ફોટા પાડ પાડ ના કરશો, શાંતિથી બેસજો તો મજા આવશે,

* ત્યાં જામફળવાળા ભાવેશ ભાઈ છે એમની પાસેથી લીધેલું મીઠું જામફળ ખાધું, એમની સાથે વાતો કરી અને એ વિમલ બઉ ખાતા હતા તો મેં કીધું થોડી ઓછી કરો લા, આટલી બધી ના ખવાય,

* વોશરૂમ કેર ટેકર નયના બેન સાથે અહીંયાના લોકોના જીવન, ગુજરાન કેવી રીતે ચલાવે છે, કઇ કઈ ખેતી કરે છે એવી બધી વાતો કરી, એમને મને કીધું બેન પાછા આવતા રેહજો અને મેં હસતાં હસતાં કીધું આવીશ,

* મસાલા ચનાજોર, ચનાદાળ વાળા રમણકાકા પાસે તીખાં તીખાં ચનાજોર બનાવડાવ્યા અને એમની સાથે બાકડા પર બેસી વાતો કરતા કરતા ખાધા, એમની સાથેની વાતોનો અનુભવ એક બીજી પોસ્ટમાં શેર કરીશ,

* પોતાની સાથે આટલી બધી વાતો કરી, મોટા મોટા કેમેરાથી ફોટા પાડતાં લોકોને જોયા અને શાંતિથી બેસી રહી,

આવી હતી શનિવારની સવાર મારી અને હેરિયરની, ફ્રેશ થઈ ગઈ હું અને હવે ડબલ એનર્જી સાથે બીજા બિઝનેસનું લોન્ચ કરીશ,

ખાસ નોંધ: અલા ત્યાં જઈને બઉ અવાઝ ના કરશો, ફોટા જરૂર હોય એટલા જ પાડજો, થોડી વાર શાંતિથી બાકડા પર બેસજો, પક્ષીઓને સળી ના કરશો અને મસ્ત ફરજો. સવારે અને સાંજે મજા આવે એવું વાતાવરણ હશે. મારા અપ્રિય કચરાફેંકૂ લોકો તમને હું ખાસ કેહવા માંગીશ કે કચરો જ્યાંત્યાં ના ફેંકશો, એ પક્ષીઓનું ઘર છે અને કોઈના ઘરમાં કચરો ફેંકે તો બઉ પાપ લાગે.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..