ગોઆ એક એવી જગ્યા છે જ્યાં જવાનો plan બન્યા જ કરે અને 80% cancel થઇ જાય. પછી એક બીજા નવા ગ્રુપ સાથે plan બને અને પાછું એવું જ થાય. પછી એવું સાંભડવા મળે કે યાર મારે ગોઆ જવું છે પણ કઈ સેટ જ નથી થતું. ખરેખર ફરવાની ચાહ હોયને તો ખાલી નીકળી જ પડવાનું. બાકી બધું એની જાતે સેટ થઇ જાય.
ગોઆ તો પાંચ- છ વખત જઈ આવી હતી પણ મારી ઈચ્છા હતી કે ગોઆ ની roadtrip કરવી છે. લોકડાઉન માં ઘણો આરામ થઇ ગયો, મને થયું ચાલો એક સરસ રોડ ટ્રીપ થઇ જાય. વડોદરા થી ગોઆ જવાનું નક્કી કર્યું, અમે Arowana Palms Villa બુક કરાવ્યો ત્યાં રહેવા માટે. કાર માં જગ્યા હતી અને villa 5BHK હતો એટલે મારી મમ્મી, બેન, બનેવી ને પણ પૂછ્યું અને એ પણ સાથે આવા તૈયાર થઇ ગયા. મમ્મી અને મારી બેને નાસ્તાનો વહીવટ હાથમાં લીધો, મેં તો ખાલી લેપટોપ લીધું અને બે ચાર books લીધી. અમે પાંચે excited હતા roadtrip માટે.
વડોદરાથી ગોઆ પહોંચતા અમને 20 કલાક થયા. રસ્તામાં 5 બ્રેક લીધા હતા. મુંબઈ પાસે થોડો ટ્રાફિક હતો, પુનાથી ગોઆ માટે અમે અંબોલી વોટરફોલ વાડો રસ્તો લીધો હતો. પુના થી ગોઆ સુધી એટલા સરસ natural views હતા, આછો આછો વરસાદ આખા રસ્તા માં હતો. કેટલી બધી જગ્યાએ એવું મન થાય કે નીચે ઉતરીને ફોટો પાડી લઈએ. અંબોલી ઘાટનો રસ્તો જયારે પસાર કર્યો ત્યારે આહલાદક આનંદ અનુભવ્યો. પુનાથી ગોઆ જવા માટે બીજો પણ રસ્તો છે Khopoli- chiplun-ratnagiri વાડો પણ અમે અંબોલી થઈને ગયા હતા કુદરત ને માણતા માણતા.
ગોઆ અમે પહોંચ્યા અને Arowana Villa માં રોકાયા જે Baga beach નજીક છે. અમારા વિલાનું લોકેશન એકદમ જંગલ ની વચ્ચે હોય એવું લાગતું હતું, આજુબાજુ એકદમ હરિયાળી હતી, ઘોંઘાટ નહોતો એટલે કલરવ પણ સંભળાતો હતો. ત્યાં અમારું ધ્યાન રાખવા માટે નંદુ અને ભગવાન ભાઈ હતા, એમને અમારું ખુબ જ ધ્યાન રાખ્યું અને અમને એટલું મસ્ત મસ્ત જમવાનું બનાવીને જમાડ્યું કે મારી બેન અને મમ્મીએ બનાવેલો નાસ્તો ત્યાં જ મૂકીને પાછું આવું પડ્યું.
આ ૬ દિવસ માં અમે પેટ ભરીને આરામ કર્યો, જમવાનું વખાણી વખાણી ને ખાધું, રોજે અલગ અલગ બીચ પર જઈને દરિયાને અનુભવ્યો, પાંડવોની ગુફા જોઈ- જે લોકોને ઘણી વાર એવું થતું હશે ક્યાંક ગયા પછી કે અહીંયા જોવા જેવું શું હતું તો એવી તકલીફ હોય એને અહીંયા ના જવું ( એવું કહેવાય છે પાંડવો એમના વનવાસ દરમ્યાન અજ્ઞાતવાસમાં અહીં રોકાયા હતા), ૩૦૦ વરસ જૂનું પોર્ટુગીઝ architecture જોયું, office નું કામ કર્યું, રેતીનું શિવલિંગ બનાવ્યું અને શાંતિનો સુખદ અનુભવ કર્યો.
ખાસ નોંધ- તમે જ્યારે બીચ પર ફરવા જાઓ ત્યારે ધુળેટીમાં પહેરવા side માં રાખેલા કપડાં લઇ જવા, નવા કપડાં પહેર્યા હશે તો તમે રેતીમાં નીચે બેસો નઇ અને ઠોયા ની જેમ ઉભા રેહવું પડશે ( મારી બેન અને મમ્મી સાથે આવું થયું હતું એટલે મારા અનુભવથી કહું છું). જ્યાં સુધી ભૂમિનો સ્પર્શ ના થાય ત્યાં સુધી જગ્યા સાથે સાચો સંબંધ ના બંધાય.
અમે જ્યાં રોકાયા હતા એ Arowana Palms Villa ની details next પોસ્ટમાં આપીશ.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિx