સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી – 1, જ્યાંના પીક્સ અને વિડિઓઝ મેં સ્ટેટ્સ માં મુક્યાં હતા તો એટલા બધા મેસેજિસ આવ્યા હતા એ પૂછવા માટે કે આ જગ્યા ક્યાં છે, મારી જેમ બીજા પણ હતા જેને આ જગ્યા વિશે ખબર જ નહોતી,
મને એવું થાય છે કે મને આ જગ્યા વિશે પેહલા કેમ ખબર નહોતી, વડોદરા થી આટલું નજીક, આટલું મસ્ત, રિવર વ્યુ વાડા રૂમ્સ અને બધું જ અદભુત હતું. હજી પણ મને આંખ સામે એ યાદો આવી જાય છે.

અહીંની થોડી ખાસિયતો મારી નજરમાં,

* માં નર્મદાના ખોળામાં હોવાનો અનુભવ,

* તમને એવું થશે કે તમે બધા દુઃખ ભૂલી ગયા અને અહીંયા ખોવાઈ ગયા છો,

* વહેલી સવારે રૂમની બહાર ખાલી ઉભા રેહશો એ પણ ધ્યાન બરાબર લાગશે,

* વાંચવાનું તમને ના ગમતું હોય તોપણ નર્મદાને સાંભળતા સાંભળતા વંચાઈ જશે,

* સવારે નાસ્તામાં ખાખરા થેપલા જોઈને ઘરની યાદ પણ નાઈ આવે (એ પણ અથાણાંના સંભાર, ઘી અને જીરાળુ સાથે),

* હું બપોરે બપોરે વાંચન કરતી હતી, તમે આરામ કરી શકો છો,

* બપોરની ચાની ચુસ્કી લીધા પછી કૃણાલ ભાઈ જે એકદમ સ્ટાર કહી શકાય અહીંયાની ટીમ ના એ તમને આજુબાજુમાં બધે ફરવા લઇ જશે,

*તમે ફરવા જશો ત્યાં તમને એવું લાગશે કે અહીંયા બધું આટલું સરસ ફરવાનું છે ને અમને ખબર જ નહોતી ( આ બધી feelings, તોજ આવશે જો તમે ૪ તો ૫ પીક્સ ક્લિક કરીને આંખેથી બધું જોશો to, સ્ક્રીન માંથી જોશો તો આવું ફીલ નાઈ થાય ),

* ડીનર તો તમે ફરીને આવશો એને યાદ કરતા કરતા વધારે જ ખવાઈ જશે,

* અહિયાંથી વહેલી સવારે ઉન્ચાપુરા માતાજીના મંદિરનું trekking થાય છે જેના માટે તમે રિસેપ્શન માં વાત કરી શકો છો ( sports shoes લઇ ગયા હોવ તો જ આ પૂછવા જવું, ફેન્સી ચપ્પલ વાળા માટે trekking ના હોય),

* સ્વિમિંગ પુલમાં માં રેવાને જોતા જોતા નાહવાની એક અલગ જ મજા છે,

* cycling, કરવું ગમતું હોય તો એ પણ અહીંયા ઓપ્શન છે,

* અહીંયા ફરવાલાયક બધી જગ્યાઓ પેકેજ પ્રમાણે અહિયાંથી જ લઇ જાય છે (પેકેજ બુક કરવો ત્યારે પૂછી લેવું),

* અહીંયા ગેમ ઝોન પણ છે, જિમ અને બીજી ઘણી સુવિધાઓ છે પણ હું કુદરતને માણવામાં વધારે માનું છું,

* cottages અલગ અલગ સ્ટાઇલ ના છે પણ એતો આપડે આપડા બજેટ પ્રમાણે સિલેક્ટ કરવાનું, કુદરતને માણવા તો કોઈ પણ cottage માં રેહશો તો મળશે,

* ત્યાં શિવાની, ચાર્મી, શશાંક, કૃણાલ અને ચેતનજી સાથે મુલાકાત થઇ, એ બધા ગેસ્ટને સુપર experience કરાવા માટે તત્પર હોય છે,

* covid-19 ના સેફટી precautions બધા લેવાય છે,

* મારી નજરે આ જગ્યા મારા જેવા એકલા ફરવા વાડા માટે, કપલ ગોલ્સ પોસ્ટ કરવા વાડા માટે, ફેમિલી સેલ્ફી expert વાડા માટે પરફેક્ટ છે, અહીંયા નું લોકેશન સુપર છે, ટીમ સુપર થી ઉપર છે, ફૂડ ખાવામાં નખરા કરવા વાળાને પણ ભાવે એવું છે અને તમને ક્યારેક એવું લાગે કે બધું મૂકીને ત્રણ ચાર દિવસ ક્યાંક જતા રેહવું છે તો એના માટે પણ આ જગ્યા બેસ્ટ છે.

ત્યાં અત્યારે એક ઓફર ચાલે છે, મેં પણ ઓફર માં બુકીંગ કરાવ્યું હતું, તમે એમની website માં જોઈ શકો છો અથવા કોલ કરી શકો છો,

https://statueofunitytentcity.com/
call, 9797949494,
(મારો reference આપશો તો ડિસ્કાઉન્ટ જે ચાલતું હશે એ તો મડશે પણ સ્માઈલ પાક્કું વધારે મડશે)

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિx

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..