મારી છેલ્લી પોસ્ટમાં મેં મારી ઈન્ડિયાની ફેવરીટ જગ્યા ની વાત કરી. ચલો આજે તમને મારા એક ફેવરીટ દેશની વાત કરું. 2018માં હું મારા બર્થડે વેકેશન માટે ભૂટાન ગઈ હતી. ભૂટાન પણ એવી એક જગ્યા માંથી છે જ્યાં મને વારંવાર જવાની ઈચ્છા થાય અને ઘણી વખત મને એવું થાય કે મને ભૂટાનની યાદ આવે અને હું ફોટો જોવા બેસું.

ભૂટાન એક એવો દેશ છે જેને પર્યાવરણનો નાશ કર્યા વગર પ્રગતિ કરી છે. અહીંયા તમને દરેક જગ્યા પર સંસ્કૃતિ અને આધુનિકતા ની સાથે સાથે પર્યાવરણનું ભરપૂર રક્ષણ થતું જોવા મળશે. મને તો એવું લાગે કે કુદરતને જેને જેને ઇગ્નોર કર્યું હશે એને ભૂટાને સહારો આપ્યો હશે. અહીંયા તમે કોઈ પણ જગ્યાએ રહેશો, કોઈ પણ જગ્યાએ ફરશો તો કુદરત ચારે બાજું વેરાયેલું દેખાશે. ભૂટાન એક એવો દેશ છે જેનો વિકાસ ત્યાંના લોકોની ખુશી પરથી નક્કી થાય છે એટલે કે Gross National Happiness. ભૂટાન મારુ ફેવરિટ હોવાના ઘણા કારણો છે, જેવા કે,

* ત્યાંના વાતાવરણમાં એક જાદુ છે, આપડે ચાલીએ તોપણ એક એનર્જી આવતી હોય એવું આપણને ફીલ થાય,

* અહીંયાના માણસો પ્રેમાળ, સરળ, લાગણીશીલ અને સખત વિવેકી છે, આપણને થાય કે અલા આટલો બધો વિવેક કેમનો આવતો હશે!

* એક અલગ વાત એ છે કે અહીંયાના લોકો રાજાપ્રિય છે, દરેકના ઘરે કે પબ્લિક પ્લેસ પર રાજાનાં ફોટા જોવા મળશે,

* બુદ્ધ ભગવાનનાં એક થી એક ચડિયાતા મંદિરો અહીંયા જોવા મળશે,

* હું અહીંયા 6 હોટેલ માં રોકાઈ હતી અને બધી હોટલ સુપર હતી, જેની વાત હું detail માં પણ કરીશ,

* અહીંયાના જમવામાં પણ મને મજા પડી ગઈ હતી અને એક ફેમશ ડીશ છે ત્યાંની ઇમા દાશી એટલે કે લીલા મરચાં અને ચિઝનું તીખું તીખું શાક એકદમ મસ્ત હતું,

* આપણે જેમ ગલી ક્રિકેટ બધાને આવડે તેમ ત્યાંના લોકો archery એટલે કે ધનુવિદ્યામાં પારંગત હોય છે,

* અહિયાંના ફરવાની બધી જ જગ્યા મને ખૂબ ગમી હતી,

* ભૂટાન હનીમૂન, ફેમીલી અને મારા જેવા એકલા ફરવાવાળા બધા માટે બેસ્ટ લોકેશન છે,

* ત્યાં 3 દિવસ હું બાઇક પર પણ ફરી હતા એટલે biking માટે પણ મઝા આવે એવા રોડ છે,

* ત્યાંના લોકોની બીજી એક ખાસિયત એ છે કે એમની સંસ્કૃતિ પ્રત્યેનો એમનો આદર, બીજાનું ખોટું આંધળું અનુકરણ નથી કરતા,

* બીજી એક વાત મને ખુબ ગમી, આપણે રોડ ક્રોસ કરીયે તો બધા વાહનો દૂર જ ઉભા રહી જાય અને ચાલવા વાળાને પેહલા જવા દે, આવું બીજા ઘણાં દેશમાં મેં જોયું છે,

ભૂટાનની એટલી બધી વાતો છે કે એક પોસ્ટમાં ના થઇ શકે, મારી આગળ 6 થી 7 પોસ્ટ ભૂટાનની જ આવશે જેમાં હું બધી હોટલની વાત કરીશ, ત્યાં કેવી રીતે જવાય, કેટલો ખર્ચો થાય, વિઝા પ્રોસેસ અને બીજી જાણવા જેવી બધી જ વાતો જે તમને ભૂટાન ફરવામાં મદદ કરી શકે.

ખાસ નોંધ: આટલો પર્યાવરણપ્રેમી દેશ છે એટલે તમે સમજી ગયા હશો કે હું શું કહીશ, કચરાફેંકૂ લોકો અહીંયા જવાનું તો બઉ દૂરની વાત છે તમે ફોટો પણ ના જોશો અહીંયાના. બીજી માહિતી આગળની પોસ્ટમાં આપીશ.
અને આ પેહલા ગઈ હતી, અત્યારે નથી ગઈ.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..