કાલે રવિવાર હતો, હું સવારથી વિચારતી હતી કે આજે ક્યાં ફરવા જઉં અને મને જીગ્નેશ ભાઈનો મેસેજ આવ્યો કે પંક્તિબેન ભાદરણ ક્યારે આવો છો?, હું ખુશ થઈ ગઈ મેં તરતજ ગૂગલ કર્યું કે ભાદરણની વિશેષતા શું છે, ત્યાંના મગ ફેમશ છે મને એટલી જ ખબર હતી. પછી મેં જીગ્નેશભાઈ ને કીધું કે આજે આવું ? એમને મને હા પાડી અને એમના ઘરનું લોકેશન મોકલ્યું, હું એક કલાકમાં એમના ઘરે પહોંચી ગઈ એ ત્યાં બસસ્ટેન્ડ પાસે મને લેવા આવ્યા હતા,
જીગ્નેશભાઈ છેલ્લાં એક મહિનાથી મારી બધી પોસ્ટ વાંચતા હોય છે અને એમના ઘરે બધાને વંચાવતા હોય છે એટલે એમના ઘરે પણ બધા મને થોડું થોડું ઓળખતા હતા. હું એમના ઘરે પહોંચી તો બધા મને વેલકમ કરવા બહાર ઉભા હતા, હું તો એમના ઘરનાં ગાર્ડનમાં ઢગલાબંધ ગુલાબ જોઈને પહેલા તો એ જોવા ઉભી રહી અને વિચારવા લાગી કે આ કયું ખાતર વાપરતા હશે, મજાની વાત એ જાણવા મળી કે જીગ્નેશભાઈ તો પોતે એક ખાતરની કંપનીમાં જ જોબ કરે છે એટલે મને આટલા બધા ગુલાબ પાછળનું રહસ્ય સમજાઈ ગયું.
હું એમના ઘરમાં અંદર ગઈ, બેઠી અને બધા મારી સાથે બેઠા પછી જીગ્નેશ ભાઈ એ એમના પપ્પા, મમ્મી, એમના વાઈફ હીના ભાભી, દીકરો હેમિલ, નાના ભાઈ પિંકેશ ભાઈ, એમના વાઈફ કૃપાલી ભાભી અને નાના ભાઈની દીકરી ખુશી અને કાવ્યા સાથે ઓળખાણ કરાવી. પછી મેં મારી ઓળખાણ આપી, પછી તો અમે ભાદરણના ઇતિહાસથી લઈને જીગ્નેશ ભાઈના લવ મેરેજ અને એમના પપ્પા ના ઘંટીના બિઝનેસ સુધીની બધી વાતો કરી, કૃપાલી ભાભીએ મને સરસ ચા પીવડાવી અને નાસ્તો કરાવ્યો, પછી અમે સાંજે આજુબાજુમાં ફરવા જવાનું વિચાર્યું,
* અમે બધા દાદા ભગવાનનાં ત્રિમંદીર, ભાદરણની બાજુ મા સ્વંયમભુ સોમેશ્વર મહાદેવ મંદિર ભાદરણીયા જીજ્ઞેશ ભાઇ નું જન્મ સ્થળ,વાલવોડ જૈન દેરાસર અને ભાદરણથી ૫ કીલો મીટર પર વાલવોડ ગામ મહીસાગર નદીનાં કિનારે ગયા. આ બધી જગ્યા ફરવાની અમને બધાને ખૂબ મજા આવી, બોટિંગ પણ કર્યું અને સાથે સાથે ઘણી વાતો કરી,
* અંધારું થતા અમે ઘરે આવ્યા અને ત્યાં બાએ મેથીના ભજીયા બનાવાની તૈયારી શરૂ કરી દીધી હતી, બંને ભાભી અને બા મળીને ગરમાગરમ મેથીના ભજીયા અને ખીચડી બનાવા લાગી ગયા,
* જીગ્નેશ ભાઈ ગાવાના શોખીન છે એટલે અમે બાકીના બધા એમના Karaoke માં એમના લાઈવ ગીત સાંભળવા બેઠાં, એક ગીતમાં ખુશી એ પણ સાથ આપ્યો અને મેં મજા માણી,
* જમવાનું બની ગયું એટલે અમે બધા બહાર ચોકમાં સાથે જમવા બેઠા, જમતા જમતા મારા બિઝનેસની વાતો અને ગામડામાં જે જમવાની મજા છે એની વાતો કરી, નાનકડી કાવ્યાએ કીધું કે ફોઈ તમે પાછા ના જશો રોકાઈ જાઓ અમારા ઘરે,
* હિંચકા પર બેસીને બધા સાથે ઘણી વાતો કરી અને પોતીકાપણા નો ભરપૂર એહસાસ કર્યો,
* ભાદરણ વિશે જીગ્નેશ ભાઈ પાસેથી ઘણી વાતો જાણવા મળી જેમ કે ભાદરણ, દાદા ભગવાનનું જન્મસ્થાન છે, પ્રાચીન સમયમાં એ ગાયકવાડી ગામ કહેવાતું, અહીંયા મળી આવેલા પ્રાચીનતાનાં પુરાવા, અહીંયાના ફેમશ મગ ની સ્ટોરી, ભદ્રકાળી માતાજીના મંદિરની ભવ્યતા અને એમ કહી શકાય કે ભાદરણ એ ચરોતર વિસ્તારનું મુકુટસમું ગામ છે.
મારી કાલની આ જીગ્નેશ ભાઈના ઘરની મુલાકાત અદભુત રહી, મને હજી આંખ સામે કાલનો દિવસ આવે છે, બા ની સરસ મજાની વાતો, દાદાનું અને પિંકેશ ભાઈનું ઓછું બોલવું, હિના ભાભી અને કૃપાલી ભાભીનો પ્રેમ, હેમિલની આગળ ભણવાની વાતો, ખુશી અને કાવ્યાનો ફોઈ પ્રત્યેનો વહાલ અને જીગ્નેશભાઈ નું આ આમંત્રણ મને ક્યારેય નઈ ભુલાય. જ્યારે હું પાછી વડોદરા આવા નીકળતી હતી ત્યારે બધા મને આવજો કેહવા આવ્યાં અને બધાના મોઢે એક જ વાત હતી કે પાછા ક્યારે આવશો અને રહેવાય એવું જ આવજો હવે, મેં સહજતાથી કીધું હું પાક્કું રેહવા આવીશ. જીગ્નેશ ભાઈએ કીધું તમારું જ ઘર સમજીને આવતા રેહજો.
ખાસ નોંધ: નિસ્વાર્થ પ્રેમની વાતો તો ઘણી સાંભળી હતી અને ઘણી ચોપડીઓમાં વાંચ્યું હતું પણ મેં તો કાલે નિસ્વાર્થ પ્રેમ કેવો હોય એ મન ભરીને અનુભવ કર્યો અને પાછા આવતા આખા રસ્તે મારી હેરિયરને કેહતી કેહતી આવી કે નિસ્વાર્થ પ્રેમ હજી જીવિત છે અને આપણે આવી જ રીતે પ્રેમ શોધતા રહીશું અને અનુભવ કરતા રહીશું.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ